Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightચીને હવે તૈયાર કર્યો નકલી સૂર્ય, અસલી સૂરજ કરતાં નકલી સૂર્ય છે...

ચીને હવે તૈયાર કર્યો નકલી સૂર્ય, અસલી સૂરજ કરતાં નકલી સૂર્ય છે 10 ગણો ગરમ

બેઈજિંગઃ ચીનના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામા આવેલ કૃત્રિમ સૂર્ય વાસ્તવિક સૂર્ય કરતા 10 ગણું વધારે શક્તિશાળી છે. આ વાસ્તવિક સૂર્યની જેમ પ્રકાશ આપવાની સાથે ઊર્જા પહોંચાડવાનું કામ પણ કરશે. તાજેતરમાં કૃત્રિમ સૂર્યનું તાપમાન તેના એક્ટિવ થયા બાદ વાસ્તવિક સૂર્ય કરતા 10 ગણુ વધારે પહોંચી ગયું છે. સ્પષ્ટ શબ્દોમાં સમજીએ તો 100 સેકન્ડમાં નકલી સૂર્ય વાસ્તવિક સૂર્ય કરતા 10 ગણું વધારે ગરમ રહ્યું.

આ પહેલા કૃત્રિમ સૂર્યએ 16 કરોડ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન પણ પ્રાપ્ત કર્યું હતું. ચીની વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે, કૃત્રિમ સૂર્યથી 12 કરોડ ડિગ્રી સેલ્સિયસનું તાપમાનનો આંક પાર કરવો મોટી સફળતા છે. આ વખતે ચીની વૈજ્ઞાનિકોએ 100 સેકન્ડ માટે 10 કરોડ ડિગ્રી સેલ્સિયસના પ્લાઝમા તાપમાનને ઉત્પન્ન કરવાના પોતાના જૂના રેકોર્ડને તોડ્યો હતો. શેન્જેનમાં દક્ષિણી વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર લી મિયાઓએ જણાવ્યું કે, આગામી ટાર્ગેટ રિએક્ટરને સતત એક સપ્તાહ આ તાપમાન પર ચલાવવાનો રહી શકે છે. તેમણે જણાવ્યું કે,‘આ મહત્ત્વપૂર્ણ સફળતા છે. આગામી લક્ષ્ય તાપમાનને લાંબા સમય સુધી સ્થિર રાખવાનો છે. હવે એ દિશામાં કામ કરવામા આવી રહ્યું છે.’

ચીનનુ સૌથી મોટુ અને સૌથી ઉન્નત પરમાણું પ્રલયમ પ્રાયોગિક અનુસંધાન ઉપકરણ, ગરમ પ્લાઝમાને ફ્યૂઝ કરવા માટે એક શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યું છે. તે અનંત સ્વચ્છ ઉર્જા પ્રદાન કરવા માટે સૂર્ય અને તારાઓમાં સ્વાભાવિક રૂપે થતી પરમાણુ સંલયન પ્રક્રિયાને રિપિટ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. ચીનના પૂર્વી અનહુઇ પ્રાંતમાં સ્થિત આ રિએક્ટરને વધુ ગરમી અને શક્તિના કારણે ‘કૃત્રિમ સૂર્ય’ કહેવામાં આવે છે. ચીને તેને ગત વર્ષના અંતમાં આ કૃત્રિમ સૂર્ય તૈયાર કર્યું હતું.

સત્તામાં રહેલી કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર પીપલ્સ ડેલીમાં આ અંગે જણાવવામાં આવ્યું કે,‘પરમાણુ સંલયન ઉર્જાનો વિકાસ ચીનની રણનીતિક ઊર્જા જરૂરિયાતોનો ઉકેલ લાવવાની એક રીત છે, ઉપરાંત ચીનની ઊર્જા અને રાષ્ટ્રીય અર્થ વ્યવસ્થાના ભવિષ્યના સતત વિકાસ માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે.’ ચીની વૈજ્ઞાનિક 2006થી પરમાણુ સંલયન રિએક્ટરના નાના સંસ્કરણને વિકસિત કરવા પર કામ કરી રહ્યા છે.

ફ્રાન્સમાં પણ દુનિયાની સૌથી મોટી પરમાણુ સંલયન અનુસંધાન પરિયોજના ચાલી રહી છે, જે 2025માં પૂર્ણ થવાની આશા છે. આ સાથે જ દક્ષિણ કોરિયાનો ડ્રીમ પ્રોજેક્ટ કૃત્રિમ સૂર્ય, કોરિયા સુપરકંડક્ટિંગ ટોકામક એડવાન્સ રિસર્ચ પણ છે, જે 20 સેકેન્ડ માટે 10 કરોડ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન સ્થિર રાખવામાં સફળ થયું હતું.

ચીનના રિએક્ટરને સૂર્યથી વધુ શક્તિશાળી કહેવામાં આવી રહ્યો છે કારણ કે જ્યાં તેનું તાપમાન 120 મિલિયન ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યુ છે, ત્યાં વાસ્તવિક સૂર્યનું મહત્તમ તાપમાન 15 મિલિયન ડિગ્રી સેલ્સિયસ છે.

રિએક્ટર આટલુ ગરમ હોવાથી પરમાણુ સંલયન છે, કારણ કે રિએક્ટર પરમાણુ સંલયન પ્રતિક્રિયાઓને સંચાલિત કરે છે. પરમાણુ ફ્યૂઝન સંચિત પરમાણુ ફર્જાને ફ્યૂઝ કરવા માટે બંધાયેલુ છે અને આ પ્રક્રિયામાં 1 ટન જેટલી ગરમી ઉત્પન્ન થાય છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page