Monday, April 15, 2024
Google search engine
HomeNationalસગો બાપ જ જ્યારે હેવાન બન્યો, દારૂના નશમાં ભાન ભૂલેલા પિતાએ સગીર...

સગો બાપ જ જ્યારે હેવાન બન્યો, દારૂના નશમાં ભાન ભૂલેલા પિતાએ સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું

ભીલવાડાઃ રાજસ્થાનના ભીલવાડામાં રહેતી એક સગીર છોકરી પોતાના સગા બાપને ફાંસીની સજા અપાવવા માગે છે. સગા બાપે માત્ર દીકરીને અશ્લિલ ડાન્સ કરવાનું જ નહોતું કહ્યું પરંતુ પોતાની હવસનો શિકાર પણ બનાવી હતી. છોકરી કોઈ પણ રીતે બાપની ચુંગાલમાંતી છૂટીને બાળ કલ્યાણ સમિતિ પાસે આવી હતી. તો બાપ ફરાર થઈ ગયો છે. પોલીસ તેને શોધી રહી છે.

પડોશી મહિલાએ મદદ કરીઃ
આ ઘટના ભીલવાડાના પ્રતાપનગર પોલીસ સ્ટેશનની છે. અહીંયા એક બાપે દીકરી સાથેના સંબંધોને વગોવ્યા હતાં. દીકરી વધુ ત્રાસ સહન ના કરી શકતા તેણે પોતાની મુશ્કેલી બાજુમાં રહેતી એક મહિલાને કહી હતી. આ મહિલાએ 1098 પર ફોન કરીને તંત્ર સુધી આ વાતની જાણ કરી હતી. બાળ કલ્યાણ સમિતિએ બાળકીને પિતાના કબ્જામાંથી મુકાત કરાવી હતી અને પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં પિતા વિરૂદ્ધ પોક્સ તથઆ જેજે એક્ટ હેઠળ કેસ કર્યો છે.

માતા નવ પહેલાં જતી રહીઃ
પીડિતાએ કહ્યું હતું કે તેના પિતા દારૂ પીને માતાને મારતા હતાં અને તેથી જ તેની માતા નવ મહિના પહેલાં જતી રહી હતી. ત્રણ મહિના પહેલાં તેના પિતાએ દારૂના નશામાં અશ્લિલ વીડિયો જોઈને તેને કહ્યું હતું કે તે આવો ડાન્સ કરે અને વીડિયો બનાવશે તો પૈસા મળશે. ત્યારબાદ તે રોજ પિતા આગળ અશ્લિલ ડાન્સ કરતી હતી. આટલું જ નહીં પિતાએ ધમકી આપી હતી કે જો તે કોઈને આ વાત કહેશે તો તેને જાનથી મારી નાખશે. પીડિતાએ વધુમાં કહ્યું હતું કે તેના પિતાને ફાંસીની સજા મળવી જોઈએ. બાળ કલ્યાણ સમિતિએ પીડિતાની મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું. પિતાએ દીકરીને સ્કૂલમાંથી પણ ઉઠાવી લીધી હતી. હાલમાં પોલીસ પિતાની શોધખોળ કરે છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! ? ? into this cosmic journey of imagination and let your imagination roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits ? into this cosmic journey of knowledge and let your mind fly! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page