Tuesday, April 9, 2024
Google search engine
HomeInternationalઆખરે સુહાગરાતની સેજ પર એવું તો શું બન્યું કે 18 વર્ષીય દુલ્હનનું...

આખરે સુહાગરાતની સેજ પર એવું તો શું બન્યું કે 18 વર્ષીય દુલ્હનનું થઈ ગયું મોત

રિયો ડી જનેરોઃ લગ્ન બાદ પતિ-પત્નીના જીવનમાં પહેલી રાત ઘણી જ મહત્ત્વની હોય છે. જોકે, બ્રાઝિલમાં ન્યૂલી મેરિડ કપલની સાથે જે થયું, તે તેમણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને લગ્ન બાદ ઘણાં જ ખુશ હતા. જોકે, લગ્નજીવન શરૂ થાય તે પહેલાં જ તેમની દુનિયા વિખરાઈ ગઈ હતી. જાણીએ તેમની સુહાગરાત પર આખરે શું થયું હતું…!

બ્રાઝીલના ઇબિરાઈટ શહેરમાં 18 વર્ષીય યુવતીના ધામધૂમથી 29 વર્ષીય યુવક સાથે ઘરની નજીક આવેલા ફાર્મહાઉસમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ બંને ઘણાં જ ખુશ હતા, પરંતુ આ ખુશી વધુ સમય ટકી શકી નહીં.

પોલીસના જણાવ્યા પ્રમાણે, લગ્નની પહેલી રાત્રે સંબંધો બાંધતી વખતે અચાનક જ યુવતીની તબિયત લથડી હતી. પતિ કંઈ સમજે તે પહેલાં જ યુવતી જમીન પર પડી ગઈ હતી. આ જોઈને પતિ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. તેણે આસપાસના લોકને મદદ માટે ફોન કર્યો હતો.

પત્નીને હોસ્પિટલ લઈ જવા માટે પતિએ ટેક્સી બોલાવી હતી. જોકે, એક નહીં પણ બે બે ટેક્સી ડ્રાઈવરે હોસ્પિટલ લઈ જવાની ના પાડી દીધી હતી. અંતે પતિએ ઇમરજન્સી મેડિકલ હેલ્પ માટે ફોન કર્યો હતો.

પતિના ફોન બાદ પેરામેડિકલ સ્ટાફ ઘરે આવ્યો હતો અને તે સમયે પત્નીના શ્વાસ ચાલતા હતા. સ્ટાફે હાર્ટ અટેક આવ્યો હોવાનું કહ્યું હતું. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ રસ્તામાં જ મોત થઈ ગયું હતું. પતિનો દાવો છે કે એમ્બ્યુલન્સ એક કલાક મોડી આવી હતી અને તેને કારણે પત્નીનું અવસાન થયું. જોકે, ઇમરજન્સી હેલ્પ ડેસ્કે કહ્યું હતું કે પહેલી એબ્યુલન્સ કેન્સલ થઈ ગઈ હતી અને બીજી 21 મિનિટની અંદર આવી ગઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાને બ્રોન્કાઈટિસ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કહ્યું હતું કે દુલ્હનના શરીર પર કોઈ હિંસા કે ઈજાના નિશાન નહોતી. તેનું મોત આકસ્મિક રીતે થયું હતું.

પડોશીઓએ કહ્યું હતું કે તે મહિલાએ મરતા પહેલાં કોઈ જાતની બૂમાબૂમ કરી નહોતી. પતિએ દુઃખી સ્વરે કહ્યું હતું કે તેને ખ્યાલ નહોતો કે તેની પત્ની આ રીતે તેને છોડીને જતી રહેશે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this thrilling experience of discovery and let your thoughts soar! ? Don’t just read, savor the excitement! ? Your brain will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

  2. I engaged on this casino platform and succeeded a considerable amount, but later, my mom fell ill, and I required to cash out some earnings from my account. Unfortunately, I encountered difficulties and was unable to withdraw the funds. Tragically, my mother died due to this online casino. I request for your assistance in reporting this site. Please assist me to achieve justice, so that others won’t experience the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page