Friday, April 12, 2024
Google search engine
HomeSportsમાતા-પિતાથી લઈ વન-ડે તથા ટેસ્ટ કેપના નંબર સુધી, કોહલીએ ખાસ યાદોના ટૈટૂ...

માતા-પિતાથી લઈ વન-ડે તથા ટેસ્ટ કેપના નંબર સુધી, કોહલીએ ખાસ યાદોના ટૈટૂ બનાવડાવ્યા

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કોઈ સ્ટાઈલિશ પ્લેયરની વાત કરવામા આવે તો તેમાં વિરાટ કોહલીનું નામ સૌથી ઉપર આવશે. લાખો-કરોડો ફેન્સને કોહલીની રમત સાથે તેની લાઈફ સ્ટાઈલ પણ ઘણી ગમે છે. વિરાટ કોહલીને બોડી પર ટૈટૂ બનાવવાનો ઘણો શોખ છે. વિરાટ કોહલીએ પોતાની બોડી પર 1-2 નહીં પરંતુ 11 ટૈટૂ કરાવી રાખ્યા છે. આજે અમે તમારી સમક્ષ આ ટૈટૂઝ પાછળનો અર્થ જણાવી રહ્યાં છીએ.

માતાના નામનું ટૈટૂ
વિરાટ કોહલીએ પોતાના શરીર પર પ્રથમ ટૈટૂ માતા સરોજના નામથી કરાવડાવ્યું હતું. આ તેના ડાબા હાથ પર બનાવવામાં આવ્યું છે.

પ્રેમ
વિરાટ કોહલીના પિતાનું નામ પ્રેમ કોહલી હતું. કોહલીએ પોતાના નામનું ટૈટૂ પણ બનાવડાવેલું છે.

ભગવાન શિવનું ટૈટૂ
વિરાટ કોહલી ભગવાન શિવનો મોટો ભક્ત છે. આ માટે તેણે પોતાના હાથ પર ભગવાન શિવનું ટૈટૂ પણ કરાવેલો છે. આ ટૈટૂમાં કૈલાશ પર્વત પર ભગવાન શિવ ધ્યાન કરતા જોવા મળે છે.

ગૉડ આઈ ટૈટૂ
આ ટૈટૂ તેના ડાબા ખભા પર છે. આ અંગે કોહલીએ કહ્યું હતું કે,‘હું આ ટૈટૂને ભગવાનની આંખ કહું છું. આ ટૈટૂનો અર્થ બ્રહ્માંડ છે. જે એક આંખ જેવું જ દેખાય છે.’

‘ઓમ’ ટૈટૂ
ગૉડસ આઈ ટૈટૂ પાસે ખભા પર એક ‘ઓમ’ અક્ષરનો ટૈટૂ પણ છે. આ માણસની સતર્કતા અને ફોક્સ રાખવાનો સિમ્બોલ છે.

જાપાની સમુરાઈ ટૈટૂ
જે રીતે વિરાટ એક યોદ્ધાની જેમ ક્રિકેટ મેદાન પર ડટી રહે છે. તે જ રીતે આ ટૈટૂ જાપાની સમુરાઈ યોદ્ધાને દર્શાવે છે. આ વિરાટ કોહલીના ડાબા હાથના ઉપરના ભાગે છે અને આ ટૈટૂ વિરાટ કોહલીનું ફેવરિટ ટૈટૂ છે. કોહલીનું માનવું છે કે, તેને આ તલવારથી તાકાત મળે છે. આ એક સમુરાઈ યોદ્ધાની વફાદારી, સ્વંય-શિસ્ત, નૈતિક વ્યવહારની કહાણી દર્શાવે છે.

175 નંબરનું ટૈટૂ
વિરાટ કોહલીના હાથ પર તેનો વન-ડે કેપ 175 નંબરનો ટૈટૂ પણ છે. કોહલી ભારત તરફથી વન-ડે રમનાર 175મો ખેલાડી છે. ભારતે માર્ચ 2008માં વિરાટ કોહલીના નેતૃત્ત્વમાં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. તેણે 4 મહિના બાદ ઓગસ્ટ 2008માં પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ શ્રીલંકા વિરુદ્ધની મેચમાં કર્યું હતું.

269 નંબરનું ટૈટૂ
વન-ડેની જેમ વિરાટ કોહલીના હાથ પર તેની ટેસ્ટ કેપના નંબર 269 નો ટૈટૂ પણ છે. કોહલીએ જૂન 2011માં કિંગ્સ્ટનમાં વિન્ડીઝ વિરુદ્ધ પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ટેસ્ટ અને વન-ડે કેપના નંબરના ટૈટૂ વિશે વિરાટ કોહલીએ કહ્યું કે,‘આ સંખ્યા હંમેશા મારી પાસે રહેશે કારણ કે જ્યારે તમે આ નંબરો સામે 200 વર્ષ બાદ ચાર્ટ જોશો ત્યારે ત્યાં મારું નામ જોશો.’

મૉનેસ્ટ્રીનો ટૈટૂ
આ ટૈટૂ કોહલીના હાથમાં ભગવાન શિવના ટૈટૂની બાજુમાં જ છે. મૉનેસ્ટ્રી શાંતિ અને શક્તિનું પ્રતિક છે.

ટ્રાઈબલ ટૈટૂ
આ ટ્રાઈબલ ટૈટૂ વિરાટ કોહલીએ જમણા હાથ પર બનાવડાવ્યો છે. આ ટૈટૂ આદિવાસીવાદને દર્શાવે છે. તેમની જનજાતિ, સમૂહ અને તેમની લડાઈની ભાવન, એગ્રો પ્રતિ નિષ્ઠાનું પ્રતિક છે.

Scorpio ટૈટૂ
વિરાટ કોહલીએ પોતાની રાશિનું ટૈટૂ પણ કરાવી રાખ્યું છે. તેનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ થયો હતો. તેની રાશિ સ્કોર્પિયા છે, આથી તેણે તેનું ટૈટૂ પણ બનાવડાવ્યું છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits Dive into this cosmic journey of discovery and let your mind soar! ? Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the dimensions of discovery! ?

  2. I played on this casino platform and succeeded a substantial sum of money, but after some time, my mother fell sick, and I needed to take out some money from my balance. Unfortunately, I experienced issues and could not complete the withdrawal. Tragically, my mom died due to the gambling platform. I implore for your help in reporting this website. Please assist me to achieve justice, so that others do not undergo the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page