Monday, April 15, 2024
Google search engine
HomeGujarat‘કોંગ્રેસમાં આમ જોવા જાઉં તો હું આ ઈલાકાનો રાજા હતો’: અલ્પેશ ઠાકોરનું...

‘કોંગ્રેસમાં આમ જોવા જાઉં તો હું આ ઈલાકાનો રાજા હતો’: અલ્પેશ ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન

રાધનપુર: ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાંથી આવેલા અલ્પેશ ઠાકોરની રાધનપુર બેઠક પર બધાંની નજર છે. કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


રાધનપુરમાં યોજાયેલી ભાજપની સભામાં અલ્પેશ ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અલ્પેશ ઠાકોર અહીં ભાજપની સભામાં કોંગ્રેસના દિવસોને યાદ કરીને ગુણગાન ગાતો હતો તેવું વીડિયોમાં સાંભળવા મળી રહ્યું છે.

ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં અલ્પેશ ઠાકોર જાહેર સભામાં સંબોધન કરી રહ્યો હતો અને અલ્પેશ એવી શેખી મારી રહ્યો હતો કે, હું કોંગ્રેસમાં રાજા હતો અને હું ધારું તેને આખા દેશમાં ટીકિટ અપાવી શકતો હતો. આ ભાષણમાં અલ્પેશ ઠાકોર ભાજપનો ખેસ પહેરેલો જોવા મળ્યો હતો.

ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો. અલ્પેશે કહ્યું હતું કે, હાલ જે બધાં ચૂંટણી લડે છે તે બધાંને ગઈ વખતે ટીકિટ મેં જ અપાવી હતી. અલ્પેશ ઠાકોરના આ નિવેદનથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે જ્યારે હાલ સોશિયલ મીડિયમાં પણ અલ્પેશ ઠાકોરની લોકો મજાક ઉઠાવી રહ્યા છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits ? into this thrilling experience of imagination and let your thoughts fly! ✨ Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page