Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightઅમદાવાદમાં 19 વર્ષના પ્રેમીએ 34 વર્ષની મહિલાને આપી ધમકી, જાણો કેમ

અમદાવાદમાં 19 વર્ષના પ્રેમીએ 34 વર્ષની મહિલાને આપી ધમકી, જાણો કેમ

અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 34 વર્ષની મહિલાને 19 વર્ષનાં કિશોર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ મહિલાનાં છૂટાછેડા થયા છે અને તેને 13 વર્ષનો પુત્ર પણ છે. કિશોર જ્યારે 15 વર્ષનો હતો ત્યારે તેઓ એકબીજાને મળ્યાં હતાં અને એકબીજાનાં પ્રેમમાં પડ્યાં હતાં. એટલે આ સંબંધ 4 વર્ષથી ચાલતો હતો. આ યુવાન મહિલાને લગ્ન માટે દબાણ કરતો હતો. યુવાને ધમકી આપતાં જણાવ્યું હતું કે, જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને ઉઠાવી જઈશ અને મારી નાંખીશ.

34 વર્ષની મહિલાનું 2004માં પ્રેમ લગ્ન કર્યા હતા ત્યાર બાદ 2016માં છૂટાછેડા થયા હતાં. તે હાલ એક એનજીઓ સાથે સંકળાયેલા છે. વર્ષ 2015માં એક યુવકનાં સંપર્કમાં આવી હતી. ત્યારે તે યુવાન 15 વર્ષનો હતો. બંન્ને અવાર-નવાર એકબીજાને મળતાં હતાં જેથી તેમની વચ્ચે નીકટતા વધતા પ્રેમ સંબંધ બંધાયો હતો.

આ મહિલા પોતાનાં દીકરા સાથે અમદાવાદમાં પિતાને ઘરે આવી હતી ત્યારે યુવકે ફોન કરીને ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે, તું તારા પિતાનાં ઘરે કે બીજી જગ્યાએ ગમે ત્યાં જઈશ. હું તારી આસપાસ જ છું અને હું તને ઉપાડી જઈશ. હું તારી સાથે લગ્ન કરીને જ રહીશ.

જો તું બીજે ક્યાંય પણ લગ્ન કરીશ તો હું તને ઉપાડીને લઈ જઇશ અને તને જાનથી મારી નાંખીશ. ત્યાર બાદ આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા યુવકની ધરપકડ કરવામાં આવી હતી. જેને જામીન પણ મળી ગયા છે. આ ઉપરાંત યુવકનાં મોબાઈલમાં મહિલાનાં અનેક વીડિયો છે. હાલ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated on this gambling website and won a considerable amount, but after some time, my mom fell ill, and I needed to cash out some earnings from my account. Unfortunately, I experienced difficulties and was unable to finalize the cashout. Tragically, my mother died due to the gambling platform. I plead for your assistance in reporting this website. Please assist me to achieve justice, so that others won’t undergo the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ????

  2. I played on this gambling website and managed a considerable amount, but later, my mom fell sick, and I needed to cash out some funds from my account. Unfortunately, I faced difficulties and could not complete the withdrawal. Tragically, my mother died due to such gambling platform. I request for your assistance in bringing attention to this website. Please help me to achieve justice, so that others won’t experience the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page