Saturday, April 13, 2024
Google search engine
HomeFeature Bottomનવું નજરાણું: મોદીના મત વિસ્તારમાં બન્યું લક્ઝુરિયસ રેલવે સ્ટેશન, તસવીરો જોતાં જ...

નવું નજરાણું: મોદીના મત વિસ્તારમાં બન્યું લક્ઝુરિયસ રેલવે સ્ટેશન, તસવીરો જોતાં જ તમે નજર નહીં હટાવી શકો

વારાણસીઃ ઉત્તર પ્રદેશના વારાણસી પાસે મંડુઆડીહ રેલવે સ્ટેશન એરપોર્ટને પણ ટક્કર મારે તેવું લક્ઝુરિયસ છે. આ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન આલીશાન મહેલ જેવું લાગે છે. જે જોઈને તમારી આંખો પહોંચી થઈ જશે.

આ રેલવે સ્ટેશનમાં LED લાઈટ, A.C વેઈટિંગ લોન્જ અને સ્ટીલના બાંકડાનો સમાવેશ થાય છે. આ વિસ્તારની શોભા વધારવા માટે ફુવારા પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વેઈટિંગ એરિયા, બુકિંગ રિઝર્વેશન ઓફિસ, કેફેટેરિયા, ફૂટકોર્ટ, વેઈટિંગ રૂમ વગેરે બનાવવામાં આવ્યા છે.

આ સ્ટેશનમાં એ.સી લોન્જ, એસી અને નોન-એસી રૂમ્સ અને સૂવાની વ્યવસ્થા પણ છે. પ્લેટફોર્મ એકદમ ચોખ્ખા છે અને LED લાઈટ્સ અને LCD ડિસ્પ્લે પેનલથી ચમકે છે.

આ સ્ટેશનમાં યાત્રીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત વારાણસીના લોકોને તેમાંથી રોજગારી પણ ઘણી મળી રહી છે. આ રેલવે સ્ટેશનમાં આઠ પ્લેટ ફોર્મ છે અને આઠ ટ્રેન અહીંથી જ શરૂ થાય છે.

મોદી સરકાર મંડુઆદિહ રેલવે સ્ટેશનનું નામ બદલીને બનારસ કરવાનું વિચારી રહી છે.

ભૂતપૂર્વ રેલવે મંત્રી મનોજ સિંહાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ સ્ટેશનનું નામ બદલવા અરજી લખી મોકલાવી છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities ? into this thrilling experience of imagination and let your mind roam! ? Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page