Thursday, April 18, 2024
Google search engine
HomeBollywoodસુશાંત સિંહ રાજપૂતથી લઈ દિવ્યા ભારતી સુધી, બહુ નાની ઉંમરમાં આ સ્ટાર્સ...

સુશાંત સિંહ રાજપૂતથી લઈ દિવ્યા ભારતી સુધી, બહુ નાની ઉંમરમાં આ સ્ટાર્સ ગુજરી ગયા

ધ ડર્ટી પિક્ચર અને લવ સેક્સ અને ધોખા જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી આર્ય બેનર્જીનું નિધન થયું છે. અભિનેત્રીની લાશ તેના કોલકાતાના ઘરેથી મળી આવી છે. તેઓએ આત્મહત્યા કરી છે અથવા તેમની હત્યા કરવામાં આવી છે, તે હજી સ્પષ્ટ નથી. અભિનેત્રી માત્ર 33 વર્ષની હતી. આર્ય સિવાય બોલીવુડના ઘણા સેલેબ્સ નાની ઉંમરે જ ગુજરી ગયા, ચાલો જાણીએ આ સેલેબ્સ કોણ છે-

સુશાંત સિંહ રાજપૂત
ડ્રાઇવ, છિછોરે અને કેદારનાથ જેવી શ્રેષ્ઠ ફિલ્મોનો હિસ્સો રહી ચૂકેલાં સુશાંત સિંહ રાજપૂતનું 34 વર્ષની વયે અવસાન થયું હતુ. અભિનેતાએ 14 જૂનના રોજ તેના બાંદ્રાના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મોતથી આખા ઉદ્યોગને ભારે આંચકો લાગ્યો હતો. તપાસમાં તેના ડ્રગ લેવાની વાત પણ સામે આવી હતી. ત્યારબાદ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત ઘણા સેલેબ્સને નાર્કોટિક કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ્સ લેવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

દિવ્ય ભારતી
90 ના દાયકાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક, દિવ્યા ભારતીનું 19 વર્ષની વયે અવસાન થયું. આ અભિનેત્રીનું પોતાના ઘરની બિલ્ડીંગ પરથી પડવાના કારણે મોત થયું હતું. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે નશાના કારણે અભિનેત્રી તેની બાલકનીમાંથી લપસી ગઈ હતી, તો કેટલાક લોકો તેને હત્યા કહે છે. નાની ઉંમરે જગતને છોડી દેનાર અભિનેત્રીનું મોત હજી પણ ઘણા લોકો માટે રહસ્ય છે.

પ્રત્યુષા બેનર્જી
બાલિકા વધુ શોમાં આનંદીનું પાત્ર ભજવીને ઘર-ઘરની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીએ 1 એપ્રિલે તેના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તે સમયે જ્યારે અભિનેત્રીનું મોત થયુ ત્યારે તે માત્ર 25 વર્ષની હતી. પ્રત્યુષા અભિનેતા રાહુલ રાજ સિંહ સાથેના સંબંધમાં હતી. મૃત્યુના થોડા સમય પહેલા પ્રત્યુષાએ તેના બોયફ્રેન્ડ રાહુલને પણ મોતની ધમકી આપી હતી. તેમની ચેટ સામે આવ્યા બાદ રાહુલને રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો.

જીયા ખાન
ગજની, નિશબ્દ અને હાઉસફુલ જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી ઝિયા ખાને 3 જૂન, 2013 ના રોજ જુહુ સ્થિત તેના ઘરે આત્મહત્યા કરી હતી. તેના ઘરમાંથી થોડીક નોટ પણ મળી આવી જેમાં તેણે બોયફ્રેન્ડ આદિત્ય પંચોલી દ્વારા છેતરપિંડી કરી અને બેદરકારીપૂર્વક તેનું અબોર્શન કરવા અંગે વાત લખી હતી.

સ્મિતા પાટિલ
80 ના દાયકામાં અર્થ, નમક હલાલ જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મોનો ભાગ રહી ચૂકેલી સ્મિતા પાટિલનું 1986માં અવસાન થયું. આ સમયે, અભિનેત્રી માત્ર 31 વર્ષની હતી. તેના પહેલા બાળક પ્રિતિક બબ્બરની ડિલિવરી પછી અભિનેત્રીને કેટલીક મુશ્કેલીઓ આવી હતી, જે પછી માત્ર બે અઠવાડિયા પછી અભિનેત્રીનું નિધન થયું હતું.

મધુબાલા
મુગલ-એ-આઝમ અને કમલ જેવી ઉત્તમ ફિલ્મો આપનાર અભિનેત્રી મધુબાલાનું 36 વર્ષની વયે અવસાન થયું. અભિનેત્રીનું મોત હૃદયની સમસ્યાને કારણે થયું હતું. મધુબાલાએ 1942 માં આવેલી ફિલ્મ બસંતથી બાળ કલાકાર તરીકેની અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી.

મીના કુમારી
ટ્રેજેડી ક્વીનના નામથી પ્રખ્યાત, મીના કુમારીનું 39 વર્ષની વયે અવસાન થયું. વધુ પડતા આલ્કોહોલના સેવનને કારણે, અભિનેત્રીને લીવર સિરોસિસ (કેન્સર પછી એક ગંભીર રોગ) થઈ ગયુ હતુ. અભિનેત્રીની ફિલ્મ પાકિઝા એક બ્લોકબસ્ટર હિટ રહી હતી. આ ફિલ્મના રિલીઝ થયાના માત્ર 3 અઠવાડિયા પછી, એક્ટ્રેસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આરતી અગ્રવાલ
માત્ર 16 વર્ષની વયે બાળપણની ફિલ્મથી અભિનય કારકીર્દિની શરૂઆત કરનારી અભિનેત્રી આરતી અગ્રવાલનું જીવન ચઢાવ-ઉતારથી ભરેલું છે. આ અભિનેત્રી બોલીવુડ અભિનેતા સાથે સંબંધમાં હતી, જેમાં મુશ્કેલી ઉભી થઈ ત્યારે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જ્યારે બોલીવુડની કારકિર્દી સારી રહી ન હતી, ત્યારે અભિનેત્રીએ સાઉથ સિનેમામાં કામ કરવાનું શરૂ કર્યું જ્યાં તેને એક મોટી ઓળખ મળી. વજનમાં અચાનક વધારો થતાં અભિનેત્રી ખૂબ જ નારાજ થઈ હતી, ત્યારબાદ તેણે લાઈપોસક્શન કરાવવાનું નક્કી કર્યું હતું. આ અભિનેત્રીનું લંડનમાં લાઈપોસક્શન દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

તરુણી સચદેવ
બાળ કલાકાર તરુણી સચદેવ, જે રસના ગર્લ તરીકે જાણીતી છે, તેનું 14 વર્ષની વયે અવસાન થયું. આ અભિનેત્રી અમિતાભ બચ્ચન સાથે 2009ની ફિલ્મ પામાં પણ જોવા મળી હતી. દુર્ભાગ્યે, અભિનેત્રીનું 14 માં જન્મદિવસ પર વિમાન દુર્ઘટનાને કારણે અવસાન થયું

પ્રેક્ષા મહેતા
ક્રાઇમ પેટ્રોલ, લાલ ઇશ્ક જેવા ટેલિવિઝન શોમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ 25 મેના રોજ તેમના ઈંદોરના ઘરે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રી મૃત્યુ પહેલાં કામ નહીં મળવાની ચિંતામાં હતી. અભિનેત્રી માત્ર 25 વર્ષની હતી.

ઈન્દર કુમાર
તુમ્કો ભૂલા ના પાએગા, વોન્ટેડ જેવી ઘણી હિટ ફિલ્મોમાં નજર આવી ચૂકેલાં અભિનેતા ઈન્દર કુમારનું 28 જુલાઇ 2017 ના રોજ કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું હતું. અભિનેતા માત્ર 44 વર્ષનો હતો. ઈન્દરની પત્નીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે છેલ્લા સમયે અભિનેતા આર્થિક સંકટથી પરેશાન હતો.

મનમીત ગ્રેવાલ
આર્થિક મુશ્કેલીઓથી પરેશાન થઈને ટેલિવિઝન અભિનેતા મનમીત ગ્રેવાલે 15 મેના રોજ પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. લોકડાઉનને કારણે શૂટિંગ બંધ હતું અને અભિનેતા પાસે કામ નહોતું.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this casino platform and succeeded a considerable sum of money, but eventually, my mother fell sick, and I wanted to take out some earnings from my casino account. Unfortunately, I encountered issues and couldn’t withdraw the funds. Tragically, my mom died due to the online casino. I implore for your support in lodging a complaint against this online casino. Please help me to achieve justice, so that others won’t have to experience the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page