Thursday, April 11, 2024
Google search engine
HomeSports'મિસ્ટ્રી ગર્લ' ફરી ચર્ચામાં, આ વખતે કોરોના સામેની લડાઈમાં એક ઝાટકે આપ્યું...

‘મિસ્ટ્રી ગર્લ’ ફરી ચર્ચામાં, આ વખતે કોરોના સામેની લડાઈમાં એક ઝાટકે આપ્યું 30 કરોડનું દાન

હૈદરાબાદઃ આઈપીએલ 2021 આ વર્ષે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. બાકીની મેચ દેશમાં અથવા દેશ બહાર રમાશે, તેવી ચર્ચા છે. જોકે, આ મેચ ક્યારે રમાશે તે નક્કી નથી. આ દરમિયાન આઈપીએલની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક સન ટીવીએ રાજ્ય, કેન્દ્ર સરકાર ઉપરાંત વિવિધ સ્વયંસેવી સંગઠનોની મદદથી ચલાવવામાં આવતી કોવિડ 19ના રાહતકાર્યો માટે 30 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

નોંધનીય છે કે આઈપીએલમાં ‘મિસ્ટ્રી ગર્લ’થી જાણીતી બનેલી યુવતીનું નામ કાવિયા મારન છે. તે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની સીઈઓ છે. તેના પિતા કલાનિધી મારન હૈદરાબાદ ટીમના માલિક છે. કલાનિધી મારન સન ગ્રુપના સ્થાપક અને ચેરમેન છે. ફોર્બ્સની યાદી મુજબ કલાનિધી મારન અંદાજે 13200 કરોડની સંપત્તિના માલિક છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર ધાર્યા કરતાં વધુ ઘાતકી સાબિત થઈ રહી છે. ભારતીય આરોગ્ય તંત્ર લાચાર બની ગયું છે. છેલ્લાં કેટલાંક દિવસથી રોજ 4000થી વધુ લોકો મોતને ભેટી રહ્યાં છે. આપણી આરોગ્ય સુવિધા પાંગળી સાબિત થઈ છે.

સનરાઈઝર્સ હૈદરાબાદે સો.મીડિયામાં કહ્યું હતું, ‘સન ટીવી કોવિડ 19ની બીજી લહેરથી પ્રભાવિત લોકોને રાહત આપવા માટે 30 કરોડ રૂપિયાનું દાન કરે છે. આ રકમનો ઉપયોગ ભારતના રાજ્યોમાં ચાલતા વિવિધ અભિયાન પાછળ કરવામાં આવશે. કેન્દ્ર તથા રાજ્યના કાર્યક્રમોમાં દાન તથા એનજીઓની સાથે મળીને ઓક્સિજન સિલિન્ડર, દવાઓ વગેરે ઉપલબ્ધ કરાવી શકાય.’

ઉલ્લેખનીય છે કે હાલ ભારતની સ્થિતિ ઘણી જ ખરાબ છે. ક્રિકેટર્સ તથા આઈપીએલ ફ્રેન્ચાઈઝી પોતાની રીતે કોરોના રાહતફંડમાં શક્ય તેટલી મદદ કરી રહ્યું છે. વિરાટ કોહલી તથા અનુષ્કા શર્માએ સાત કરોડ ભેગા કરીને સ્વૈચ્છિક સંસ્થાને દાનમાં આપવાનો નિર્ણય લીધો છે. સાતમાંથી 2 કરોડ વિરાટ-અનુષ્કાએ દાનમાં આપ્યા છે. સચિન તેંડુલકરથી લઈ ઈરફાન પઠાણ સહિતના ક્રિકેટર્સ આ મુશ્કેલ સમયમાં મદદ માટે આગળ આવ્યા છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this exciting adventure of imagination and let your thoughts fly! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought ? will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

  2. I played on this online casino site and won a substantial cash, but after some time, my mother fell ill, and I wanted to take out some earnings from my account. Unfortunately, I experienced problems and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to this online casino. I plead for your support in reporting this site. Please assist me to obtain justice, so that others won’t face the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page