Thursday, April 11, 2024
Google search engine
HomeNational20 કિલો નમક છાંટીને બેડરૂમમાં દાટી દીધી લાશ, 115 દિવસ બાદ મળ્યા...

20 કિલો નમક છાંટીને બેડરૂમમાં દાટી દીધી લાશ, 115 દિવસ બાદ મળ્યા હાડપિંજર

લવ જેહાદના મામલામાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. અમિત બનીનેને મહિલા સાથે લગ્ન કરનારા શમશાદે પહેલા મા-દીકરીની હત્યા કરી, પછી 20 કિલો નિમક સાથે બંનેના મૃતદેહોને ખાડો ખોદીને દાટી દીધા. 115 દિવસ બાદ મા-દીકરીના હાડપિંજર મળ્યા છે. હિંદૂ સંગઠનના લોકોના હંગામા બાદ આખો મામલો સામે આવ્યો.

આ કિસ્સો ઉત્તરપ્રદેશના મેરઠના ભૂડબરાલ ગામનો છે. શમશાદ પ્રેમિકા અને તેની માસૂમ બાળકીની હત્યા કર્યા બાદ કોઈ પુરાવો નહોતો છોડવા માંગતો. એ માટે તેણે મૃતદેહો પર નિમક છાંટી દીધું જેથી તે ગળી જાય. આખરે એવું જ થયું. પોલીસે જ્યારે ડ્રોઈંગરૂમની જમીન ખોદાવી તો માત્ર હાડપિંજર મળ્યા. તેને ડીએનએ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જેથી પાક્કા પુરાવા મળી શકે.પરતાપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર આનંદ પ્રકાશ મિશ્રએ જણાવ્યું કે ગામ ભૂડબરાલના નિવાસી શમશાદ, તેની પ્રેમિકા પ્રિયા અને દીકરી કશિશ છેલ્લા પાંચ વર્ષથી સાથે રહેતા હતા. ચાર વર્ષ સુધી પ્રિયા કાંશીરામ આવાસીય કૉલોનીમાં રહેતી હતી. એક વર્ષ પહેલા જ ભૂડબરાલ વાળા ઘરમાં આવી. પ્રિયાએ મોદીનગરના ગોવિંદનગરમાં એક પ્લોટ લીધો હતો જેની કિંમત લગભગ 3 લાખ રૂપિયા હતી. પ્રિયાએ કહ્યું કે પ્લૉટના પૈસા શમશાદ આપશે. શમશાદ પહેલા 30 હજાર રૂપિયા આપી ચુક્યો હતો. 28 માર્ચે મજૂરી ચુકવવા માટે તે 2 લાખ 80 હજાર રૂપિયા ઘરે લાવ્યો. પ્રિયાની ઈચ્છા હતી કે આ પૈસા આપીને તે પ્લૉટ બુક કરી લે. શમશાદે આ પૈસા મજૂરને આપવાની વાત કહી. જેનાથી બંનેમાં વિવાદ શરૂ થયો.
ઈન્સ્પેક્ટરના અનુસાર પૈસાને લઈને બંનેમાં લડાઈ વધી ગઈ. મારામારી થતા પ્રિયાનો નખ શમશાદના મો પર લાગી ગયો. જે બાદ તે કિચનમાંથી ચાકૂ લઈને આવી જેનાથી શમશાદને કાંડા પર વાગ્યું. ગુસ્સામાં શમશાદે પ્રિયાનું બીજા હાથથી ગળું દબાવી દીધું. તે ઘટના સ્થળ પર જ મરી ગઈ. જે બાદ શમશાદે બેડરૂમમાં સુઈ રહેલી બાળકી કશિશની પણ હત્યા કરી દીધી. ઘટના 28 માર્ચના રાત્રે 12 વાગ્યા આસપાસ બની.
લૉકડાઉનના કારણે ઘરમાં જ દાટી દીધા શબ
લૉકડાઉનના કારણે તે ક્યાય બહાર તો જઈ શકે તેમ નહોતો. જેથી શમશાદે 29 તારીખે સવારે ડ્રોઈગરૂમમાં 8 ફૂટ ઉંડો ખાડો ખોદી બંનેની લાશને તેમાં નાખી દીધી. બંને પર દુકાનથી લાવેલું 20 કિલો નિમક નાખી દીધું. જેથી લાશ ગળી જાય. ઉપરથી લાદી પર પ્લાસ્ટર કરી નાખ્યું જેથી કોઈને શંકા ન જાય.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page