Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalબુલેટપ્રુફ જેકેટ ચીરીને નીકળી ગોળી, વૉલેટે બચાવ્યો કોન્સ્ટેબલનો જીવ

બુલેટપ્રુફ જેકેટ ચીરીને નીકળી ગોળી, વૉલેટે બચાવ્યો કોન્સ્ટેબલનો જીવ

લખનઉ: કહેવાય છે કે જ્યાં સુધી ભગવાનનો માથે હાથ હોય ત્યાં સુધી તમારો કોઈ વાળ પણ વાંકો કરી શકે નહી. આવો જ એક ચમત્કારિક બનાવ ઉત્તરપ્રદેશમાં સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના ફિરોજાબાદમાં નાગરિક્તા કાયદાના વિરોધમાં પ્રદર્શન દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને છાતીમાં ગોળી વાગી હતી.. ગોળી તેના બુલેટપ્રુફ જેકેટને ચીરીને અંદર ઘુસી ગઈ હતી, પણ ગોળી શર્ટના વૉલેટમાં ફસાઈ ગઈ હતી. વૉલેટમાં સિક્કાઓ, દેવી-દેવતાઓની તસવીર અને એટીએમ કાર્ડ હતા.

યુપીના ફિરોજાબાદમાં કોન્સ્ટેબલ બિજેન્દ્ર કુમાર સીએએ સામે વિરોધ પ્રદર્શન દરમિયાન ડ્યૂટ પર તેનાત હતા. તેમણે બુલેટ પ્રુફ જેકેટ પહેરી હતી. તેમણે પોતાનું વૉલેટ શર્ટના ખિસ્સામાં રાખ્યું હતું. દરમિયાન હિંસક તત્વોએ ગોળી ચલાવી, જે પોલીસ કોન્સ્ટેબલની છાતીમાં વાગી. ગોળી એટલી તેજ હતી કે તેમની બુલેટ પ્રુફ જેકેટને ચીરીને ઘુસી ગઈ હતી, પણ ગોળી બુલેટપ્રુફ જેકેટ નીચે પહેરેલા શર્ટના ખિસ્સામાં રાખેલા વૉલેટમાં જઈને ફસાઈ ગઈ હતી.

કોન્સ્ટેબલ બિજેન્દ્ર કુમારે જણાવ્યું હુતં કે તે ભાગ્યશાળી રહ્યા કે ગોળી તેના વૉલેટમાં જ ફસાઈ રહી. આ ઘટનાને તેઓ પોતાનો પુનર્જન્મ ગણાવે છે. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે ઘણા પોલીસ કર્મચારીઓ પર ગોળી ચાલી હતી, તેમની સારવાર ચાલી રહી છે. પોલાસનું કહેવું છે કે જિલ્લામાં સ્થિતિ નિયંત્રણમાં છે.

પર્સમાં એટીએમ કાર્ડ, સિક્કા  અને ભગવાની તસવીર હતી 
કોન્સ્ટેબલ બિજેન્દ્ર કુમારનું કહેવું છે કે તેના પર્સમાં ચાર એટીએમ કાર્ડ, સિક્કાઓ અને કેટલાક દેવ-દેવતાઓની તસવીરો હતી. તેમણે કહ્યું કે ગોળી પ્રદર્શનકારીઓ તરફથી ફાયર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ગોળી કઈ તરફથી આવી એની તેમને ખબર નથી. જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ કોન્સ્ટેબલ બિજેન્દ્ર કુમારના વખાણ કર્યા હતા.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of endless possibilities! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #MindBlown Embark into this thrilling experience of imagination and let your mind roam! ✨ Don’t just explore, savor the excitement! ? ? will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page