Monday, April 15, 2024
Google search engine
HomeNational10 વર્ષની તનતોડ મહેનતે ગરીબ ઘરનો યુવાન આ રીતે બન્યો કોન્સ્ટેબલમાંથી ACP

10 વર્ષની તનતોડ મહેનતે ગરીબ ઘરનો યુવાન આ રીતે બન્યો કોન્સ્ટેબલમાંથી ACP

દિલ્હીમાં દરેક લોકો માટે પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. અહીં ફિરોઝ આલમ નામના પોલીસ કોન્સ્ટેબલે પોતાની ધગશ અને મહેનતથી UPSCની પરીક્ષા પાસ કરી છે. તેઓ પોલીસની PCR યૂનિટમાં તહેનાત હતાં. UPSCની પરીક્ષા પાસ કર્યા પછી ફિરોઝ આલમ હવે DANICS અંતર્ગત દિલ્હી પોલીસમાં ACPની ટ્રેનિંગ લઈ રહ્યા છે.

ફિરોઝ આલમ 10 વર્ષથી દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતાં હતાં. આ સાથે જ તે સતત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરતાં હતાં. તેમણે દેશની સૌથી પ્રતિષ્ઠિત UPSCની તૈયારી કરી પરીક્ષામાં પાસ થઈ સાબિત કર્યું છે કે, હંમેશા કરેલી મહેનત રંગ લાવે છે. ફિરોઝ દિલ્હી પોલીસમાં ACP બની ગયા છે. અત્યારે તેમની ટ્રેનિંગ દિલ્હી પોલીસ ટ્રેનિંગ સેન્ટ ઝડોદાકલામાં ચાલી રહી છે અને આવતાં વર્ષે માર્ચ મહિના સુધી તેમનું પોસ્ટિંગ પણ થઈ જશે.

ફિરોઝ મૂળ હાપુડ પિલખુવાના રહેવાસી છે. તેમનો જન્મ પિલખુવાના આઝમપુર દેહરા ગામમાં થયો હતો. મોહમ્મદ શહાદત અને મુન્ની બાનોના ઘરે જન્મેલા ફિરોઝ 12માં ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી વર્ષ 2010માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મળી હતી. ફિરોઝના પરિવારમાં પાંચ ભાઈ અને ત્રણ બહેન છે.

ફિરોઝે જણાવ્યું કે, ‘‘વર્ષ 2010માં દિલ્હી પોલીસ જોઈન કર્યા પછી હું સિનિયર ઓફિસરના કામકાજની રીત અને તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયો. આ પછી મેં નક્કી કરી લીધું હતું કે, મારે પણ ઓફિસર બનવું છે અને તેનો એકમાત્ર રસ્તો હતો, UPSC. એવામાં મેં નોકરીની સાથે પરીક્ષાની તૈયારી કરવાનું પણ શરૂ કરી દીધું હતું.’’

ફિરોઝે કહ્યું, ‘‘UPSC પાસ કરવાનું જેટલું મેં વિચાર્યું હતું એટલું સરળ નહોતું. હું સતત ફેઇલ થતો ગયો. પાંચવાર અસફળ થયાં પછી મેં ઓફિસર બનવાનું સપનું લગભગ છોડી દીધું હતું. પણ મારી સાથે જ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના નવલગઢ તાલુકાના દેવીપુરાના વિજયસિંહ ગુર્જર જ્યારે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલમાંથી IPS બન્યા પછી મારામાં પણ હિંમત આવી અને મેં છઠ્ઠો પ્રયત્ન કર્યો. વર્ષ 2019માં મેં 645માં રેન્ક સાથે UPSCની પરીક્ષા પાસ કરી લીધી હતી.’’

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #InfinitePossibilities Embark into this cosmic journey of knowledge and let your imagination soar! ? Don’t just explore, experience the thrill! #FuelForThought ? will be grateful for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page