ડિલિવરી બાદ કોમેડી કિંગ કપિલ શર્માની પત્નીનું વધી ગયું છે આટલું વજન

Bollywood

મુંબઈ: કૉમેડી કિંગ કપિલ શર્મા હાલમાં જ પોતાની પત્નિ ગિન્ની ચતરથ સાથે ટાઈગર શ્રૉફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ બાગી 3 જોવા પહોંચ્યા. આ મોકા પર કપિલની પત્ની ગિન્ની બિલકુલ નવા અંદાજમાં જોવા મળી. કપિલ શર્માએ ગિન્ની ચતરથ અને ટાઈગર શ્રૉફ સાથે એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં ગિન્નીનો વજન વધેલો જોવા મળી રહ્યો છે. તેની હેરસ્ટાઈલ પણ બદલેલી છે.

કપિલ શર્માએ શેર કરેલી આ તસવીરને થોડા જ કલાકોમાં 8 લાખથી વધારે લોકોએ લાઈક અને શેર કરી છે. તસવીરના કેપ્શનમાં કપિલે લખ્યું કે મારા ખૂબ જ ટેલેન્ટેડ નાના ભાઈ ટાઈગર શ્રૉફને ઑલ ધ બેસ્ટ. ટાઈગર શ્રૉફ અને બાગી 3ની આખી કાસ્ટને કહેવા માંગીશ કે આ એક પૈસા વસૂલ ફિલ્મ છે. જાઓ અને તમારા પરિવાર સાથે જુઓ.

તસવીરમાં કપિલ શર્મા બ્લેક ટીશર્ટ અને જીન્સમાં નજર આવી રહ્યા છે અને ટાઈગર શ્રૉફે પણ બ્લેક કારગો અને ફુલ સ્લીવનું ટીશર્ટ પહેર્યું છે. વાત કરીએ ગિન્ની ચતરથની તો તેણે ગ્રે કલરનું સૂટ પહેર્યું છે. જેની સાથે સિલ્વર કલરની હેન્ડબેગ કેરી કરી છે. સૌથી ખાસ છે ગિન્નીની હેરસ્ટાઈલ. જે તેણે દિકરી અનાયરાના જન્મ બાદ બદલી છે.

ગિન્નીએ ન માત્ર પોતાના વાળનો કલર બદલ્યો છે પરંતુ હવે તેમના વાળ પહેલા કરતા ઓછા કર્લી છે. ગિન્ની પહેલા પોતાના વાળને પાછળની તરફ રાખતી હતી. હવે તે પોતાના વાળને આગળની તરફ અને સાઈડમાં રાખે છે. જણાવી દઈએ કે કપિલ શર્મા અને ગિન્ની ચતરથ ગયા વર્ષે માતા-પિતા બન્યા છે. ગિન્ની ચતરથે 10 ડિસેમ્બર 2019ના દિવસે અનાયરાને જન્મ આપ્યો હતો.

દિકરીના જન્મના 86 દિવસ બાદ ગિન્ની કોઈ પબ્લિક ઈવેન્ટમાં નજર આવી. જો કે ગિન્નીને જોઈને લોકો શોક્ડ થઈ ગયા. તેમનું વધેલું વજન જોઈને લોકો સોશિયલ મીડિયા પર કમેન્ટનો મારો ચલાવી રહ્યા છે. એક યૂઝરે તો તેને ગિન્ની ફટરથ પણ કહી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *