Monday, April 15, 2024
Google search engine
HomeGujaratમેરેજ એનિવર્સરી પર દરવાજે ઉભા રહી બાળક અને પત્નીને નિહાળતા રહ્યા ડૉક્ટર,...

મેરેજ એનિવર્સરી પર દરવાજે ઉભા રહી બાળક અને પત્નીને નિહાળતા રહ્યા ડૉક્ટર, જુઓ તસવીરો

કોરોનાકાળમાં સૌથી કપરી સ્થિતિ ડોક્ટરોની થઈ છે. દવા-ઓક્સિજની અછત વચ્ચે દર્દીઓના જીવ બચાવવા ડોક્ટરો ઝઝૂમી રહ્યા છે. કોરોના જેવા અતિ ચેપી રોગમાં જીવનમાં જોખમે પણ ડોક્ટરો નિડરતાથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ જતાં ડોક્ટરો રાત-દિવસ જોયા વગર સારવાર કરી રહ્યા છે. જોકે આ બધામાં ડોક્ટરોની પોતાના પરિવાર પણ ધ્યાન આપી શકતા નથી. હાલમાં જ બનાસકાંઠાના ડિસામાં એવો કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને તમને ડોક્ટરો અને તેના પરિવાર પર માન થઈ આવશે.

બનાસકાંઠાના ડીસામાં હેત આઈસીયુ નામથી કોવિડ હોસ્પિટલ ધરાવતા ડૉ. વિશાલ ઠક્કર દર્દીઓની ખડેપગે સેવા કરી રહ્યા છે. તેઓ છેલ્લાં 20 દિવસથી ઘરે ગયા નથી. દર્દીઓનો ભરાવો ઉપરાંત પરિવારજનોને પણ કોવિડનો ચેપ ન લાગે એટલા માટે ડૉ. વિશાલ ઠક્કર 20 દિવસથી ઘરનું પગથિયું ચડ્યા નથી. જોકે ગઈ કાલે તેમના લગ્નની આઠમી એનિવર્સરી હતી. જેનું સેલિબ્રેશન કરવા માટે તેઓ ઘરે ગયા હતા.

ઘરના સભ્યોના બહુ આગ્રહને માન આપીને ડૉ. વિશાલ ઠક્કર આઠમી મેરેજ એનિવર્સરીનું સેલિબ્રેશન કરવા માટે ઘરે તો આવ્યા હતા, પણ ઘરનો બહારનો દરવાજો વટ્યા નહોતા. તેઓ દરવાજા પાસે ઉભા હતા અને પરિવારજનોએ ફળિયામાં કેક કટ કરી ઉજવણી કરી હતી. ડૉ. વિશાલ ઠક્કર પણ દૂરથી ઘરના સભ્યોને નિહાળતા રહ્યા હતા.

ડૉ. વિશાલ ઠક્કરે પોતાના મેરેજ એનિવર્સરીની કેક પણ દરવાજા બહાર ઉભા રહીને જ ખાધી હતી. તેમના પત્નીએ દરવાજા પાસે ઉભા કરીને પતિ સાથે દૂરથી વાતો પણ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે મારી ગઈ કાલે આઠમી મેરેજ એનિવર્સરી હતી. આઠ વર્ષમાં પહેલી વખત મેં પત્ની અને બાળકો સાથે સોશિયલ ડિસ્ટન્સ સાથે એનિવર્સરી ઉજવી હતી. મને ઘરે ગયાને 20 દિવસ થઈ ગયા છે. પરંતુ પરિવારજનોના બહુ આગ્રહને કારણે મેં સોશિયલ ડિસ્ટન્સ સાથે એનિવર્સરી ઉજવી હતી.

તેમણે જણાવ્યું હતું કે હું કોવિડ ડોક્ટર છું અને પરિવારની ચિંતા હોય માટે ઘરે જઈ શકાતું નથી. કોરોનાની ચેઈન તોડવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જ પડશે. અત્યારે કોરોના એટલી હદ સુધી વધી ગયો છે કે કોઈ પણ હોસ્પિટલમાં ડોક્ટરો રાત-દિવસ કામ કરે છે તો પણ પહોંચી શકતા નથી. કોરોનાની ચેઈન તોડવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જ ઈલાજ છે.

ડૉ. વિશાલ ઠક્કરનો સોશિયલ ડિસ્ટન્સ સાથે મેરેજ એનિવર્સરીની ઉજવણીનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં લોકો ડોક્ટરની ફરજ અને સેવાના ખૂબ વખાણ કરી રહ્યા છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I played on this gambling website and succeeded a considerable sum of money, but eventually, my mother fell sick, and I wanted to take out some money from my casino account. Unfortunately, I faced problems and could not withdraw the funds. Tragically, my mother died due to such online casino. I request for your help in reporting this website. Please assist me in seeking justice, so that others won’t experience the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

  2. I played on this gambling site and secured a substantial pile of cash. However, later on, my mother fell seriously ill, and I needed to cash out some money from my account. Unfortunately, I experienced problems and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to this casino site. I earnestly plead for your assistance in addressing this issue with the site. Please assist me to obtain justice, to ensure others won’t experience the hardship I’m facing today, and stop them from undergoing similar misfortune. ??

  3. Oh my goodness, you’ve really outdone yourself this time! Your hard work and creativity are truly inspiring of this piece. I couldn’t resist expressing my gratitude for creating such outstanding work with us. Your talent and dedication are truly admirable. Keep up the incredible work! ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page