Friday, April 19, 2024
Google search engine
HomeReligionઆજે કેમ નથી જન્માષ્ટમી? જાણો કારણ

આજે કેમ નથી જન્માષ્ટમી? જાણો કારણ

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ગુરુવારે શીતળા સાતમનું પર્વ ઉજવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે શીતળા સાતમનાં બીજા દિવસે જ જન્માષ્ટમી ઉજવવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે શીતળા સાતમનાં બીજા દિવસે એટલે કે આજે પડતર દિવસ છે. આઠમની તિથિનો પ્રારંભ 23 તારીખે સવારે 8:09 મીનિટે થઈ રહ્યો છે. રોહિણી નક્ષત્રનો આરંભ 24 તારીખથી સવારે 3:48 મીનિટે પૂર્ણ થાય છે. જોકે રોહિણી નક્ષત્ર વ્યાપિની અષ્ટમી તિથિએ જ જન્માષ્ટમીનો ઉપવાસ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

શ્રીમદ ભગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, શ્રીકૃષ્ણનો અવતાર ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિ, બુધવાર, રોહિણી નક્ષત્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં સંચાર સમયે અડધી રાતે થયો હતો. પરંતુ આવો સંયોગ આ વર્ષે બની રહ્યો નથી.

આ કારણે ગુજરાતનાં મોટા મંદિરો જેવા કે ડાકોર, શામળાજી, દ્વારકા સહિતનાં મંદિરોમાં 24 ઓગસ્ટે શનિવારનાં રોજ જન્માષ્ટમીનું પર્વ ઉજવવામાં આવશે. જેને લઈને આજે ગુજરાતના તમામ મંદિરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

જન્માષ્ટમી પૂજન મૂહૂર્ત 23 ઓગસ્ટ નિશીથ કાળ રાત 12:02 મીનિટથી 12:46 મીનિટ સુધી રહેશે. આ સમયે રાત્રે ભગવાનના બાળ સ્વરૂપની પૂજા, હિંચકો નાખવો, ચંદ્રમાને અર્ધ્ય આપવું અને જાગરણ કરવું દરેક પ્રકારથી શાસ્ત્ર સમ્મત છે.

તજજ્ઞોનાં જણાવ્યાં પ્રમાણે આવી સ્થિતિમાં જે દિવસે મધ્યરાત્રિમાં આઠમની તિથિ હોય છે તે દિવસે જન્માષ્ટમીનો ઉપવાસ રાખી શકાય છે. આ દુર્લભ સંયોગ હોય છે જ્યારે મધ્યરાત્રિમાં આઠમ તિથિ સમયે રોહિણી નક્ષત્ર પણ રહેલા હોય છે પરંતુ આ વખતે પણ જન્માષ્ટમી પર ઘણાં દુર્લભ સંયોગ છે જે શુભ ફળદાયી છે.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે મધ્યરાત્રિમાં ચંદ્રમાં વૃષભ રાશિમાં ઉપસ્થિત હતો. આ વર્ષે પણ ચંદ્રમાં તેજ રીતે સ્થિત હશે જેમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મનાં સમયે હતો. આ દિવસ મધ્ય રાત્રિમાં લગ્નમાં રોહિણી નક્ષત્ર ઉપસ્થિત થાય છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. I participated on this gambling website and managed a considerable sum of money, but after some time, my mother fell ill, and I needed to withdraw some earnings from my account. Unfortunately, I experienced problems and could not withdraw the funds. Tragically, my mother passed away due to this gambling platform. I implore for your assistance in bringing attention to this website. Please support me to obtain justice, so that others do not undergo the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page