Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratસચિન આ ફ્લેટમાં મહેંદી સાથે લિવ ઈનમાં રહેતો હતો, પોલીસ આરોપીને લઈને...

સચિન આ ફ્લેટમાં મહેંદી સાથે લિવ ઈનમાં રહેતો હતો, પોલીસ આરોપીને લઈને ફ્લેટ પર પહોંચી

ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસે મળેલા શિવાંશની માતાને પ્રેમીએ ગળુ દબાવીને હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી છે અને બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી હોવાનું જાણવા મળ્યું છે. FSLની મદદ લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.

ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસેથી 7 ઓક્ટોબરની રાત્રે એક માસૂમ બાળક શિવાંશ મળી આવ્યો હતો. 8 ઓક્ટોબરના રોજ પોલીસને તેની જાણ થઇ હતી અને શિવાંશના માતા-પિતાની શોધખોળ શરૂ કરાઈ હતી અને તેના પિતા સચિન ગાંધીનગરના સેક્ટર 26માં રહેતા હોવાનું બહાર આવ્યું હતું. સચિનની આજે પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં શિવાંશ નામના બાળકને જન્મ આપનારી માતાની શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીએ સાથે રહેવાની જીદ કરતા સચિન દીક્ષિતે તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને લાશને સૂટકેસમાં પેક કરી રસોડામાં મુકી ગાંધીનગર આવી ગયો હતો.

સચિન અને મહેંદી વડોદરાના દર્શનમ ઓએસિસના ફ્લેટ નં-જી-102માં લીવ ઇનમાં રહેતા હતા. પોલીસ હાલ આ ફ્લેટમાં પહોંચી ગઇ છે અને FSLની મદદ લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.

વડોદરાની ખાનગી કંપનીમાં આસિ.મેનેજર તરીકે નોકરી કરતો સચિન દીક્ષીત શુક્રવારે સાંજે વડોદરાથી ગાંધીનગર પહોચીને સ્વામિનારાયણ મંદિરની ગૌશાળા પાસે પોતાના 10 મહિનાના બાળકને બિનવારસી હાલતમાં મૂકી રાજસ્થાન ભાગી ગયો હતો. પોલીસે સીસીટીવીના માધ્યમથી વડોદરાના યુવકને રાજસ્થાનથી ઝડપી લીધો હતો. આ પહેલા સચિને પત્નીની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ બાળક સચિનની પત્નીનું ન હોવાનું પાડોશીઓ એ જણાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. શુક્રવારે પેથાપુર પોલીસની હદમાં આવેલા સ્વામિનારાયણ ગૌશાળા પાસેથી બિનવારસી હાલતમાં મળેલાં 10 મહિનાનાના બાળકની તપાસ પોલીસને વડોદરા સુધી ખેંચી લાવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, સચિન દિક્ષિત વડોદરાની ખાનગી ઓજોન કંપનીમાં નોકરી કરે છે. તેનું મુળ વતન ઉત્તરપ્રદેશ છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of excitement! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Embark into this thrilling experience of imagination and let your imagination soar! ? Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page