Saturday, April 13, 2024
Google search engine
HomeBollywoodના સનીપાજી ના હેમામાલિની કે ના રવિ કિશન, આ બોલિવૂડ સેલેબે મેળવી...

ના સનીપાજી ના હેમામાલિની કે ના રવિ કિશન, આ બોલિવૂડ સેલેબે મેળવી સૌથી મોટી જીત

મુંબઈઃ લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપને જંગી બહુમતી મળી છે. આ ચૂંટણીમાં એક્ટર તથા સિંગર પણ સામેલ છે. સની દેઓલ, હેમામાલિની, રવિ કિશન, મનોજ તિવારી, હંસરાજ હંસ જેવા સેલેબ્સ ભાજપની ટિકિટ પરથી વિજેતા બન્યા છે. જોકે, આ તમામમાંથી એક સુપરસ્ટાર્સે રેકોર્ડ બ્રેક જીત મેળવી છે.

સૂફી સિંગર હંસરાજ હંસ
ભાજપની ટિકિટ પરથી નોર્થ-વેસ્ટ દિલ્હીથી હંસરાજ હંસે ચૂંટણી લડી હતી. હંસરાજ હંસે આપના ઉમેદવારને પાંચ લાખ, 53 હજાર 897 મતોથી હરાવ્યો છે. સેલિબ્રિટિઝની હાર-જીતમાં આ સૌથી અંતરની જીત છે. રવિ કિશન 3 લાખ 1 હજાર 664 મતોથી તો હેમામાલિની 2 લાખ 93 હજાર 471 મતોથી જ્યારે સની દેઓલ 82 હજાર 459 મતોથી જીત હાંસિલ કરી છે.

પંજાબી સિંગર છે હંસરાજ હંસ
2 એપ્રિલ, 1962ના રોજ પંજાબના જલંધરના શફીપુર ગામમાં જન્મેલા હંસરાજ હંસ પંજાબી ફોક સોંગ તથા સૂફી સોંગમાં માહિર છે. હંસરાજે નાની ઉંમરમાં ઉસ્તાદ પૂરણ શાહકોટિ સાહિબ પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. તેમણે સંગીત ડિરેક્ટર ચરણજીત આહુજા પાસે પણ સંગીત શીખ્યું છે. હંસરાજ હંસ ધીમે ધીમે ભજન સંગીત તથા સૂફીમાં પારંગત થયા હતાં. હંસરાજ હંસ અમેરિકાની વોશિંગ્ટન ડીસી યુનિવર્સિટીમાં સન્માનિત પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. આ સિવાય સેન જોસ સ્ટેટ યુનિવર્સિટીમાં પણ સંગીત ભણાવી ચૂક્યા છે. હંસની રાજકીય સફરની વાત કરીએ તો 2009માં પંજાબમાં અકાલી શિરોમણી પાર્ટી જોઈન કરી હતી અને જલંધરથી ચૂંટણી લડી હતી. 2014માં 18 ડિસેમ્બરે રાજીનામુ આપીને ફેબ્રુઆરી, 2016માં ભારતીય કોગ્રેંસ પાર્ટી જોઈન કરી હતી. 10 ડિસેમ્બર, 2016માં કોંગ્રેસનો સાથ છોડ્યો હતો. 2019માં લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયા અને ચૂંટણી જીતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of excitement! ? The thrilling content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Embark into this cosmic journey of imagination and let your mind roam! ? Don’t just explore, experience the thrill! ? Your mind will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page