Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratદવાથી સાથે રોજ સૂચતા હતા બરફના ગાંગડા, આ રીતે ઘરગથ્થુ ઉપચારથી કોરોનાને...

દવાથી સાથે રોજ સૂચતા હતા બરફના ગાંગડા, આ રીતે ઘરગથ્થુ ઉપચારથી કોરોનાને હરાવ્યો

કોરોના અનેક લોકો પર કાળ બનીને ત્રાટક્યો છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો તેના ભોગ બની રહ્યા છે. જોકે અમુક લોકોએ મોટી ઉંમરે પણ કોરોનાને પડકાર ફેંકી તેના પર જીત મેળવી છે. આવા જ એક ગુજરાતી માજીએ 103 વર્ષની ઉંમરે કોરોનાને હરાવી સાજા થયા છે. નવાઈની વાત એ છે કે આ માજી દવાની સાથે એક મહિના સુધી રોજ બરફના ગાંગડા ચૂસતા હતા.

અમદાવાદના નારણયપુરા વિસ્તારમાં રહેતા 103 વર્ષના કમળાબેન ભાવસાર કોરોના થયા સંક્રમિત થયા હતા. આ કોઈ સામાન્ય વૃદ્ધા નથી. કમળાબેન એક સ્વાતંત્ર્યસેનાની છે અને સમાજમાં એક પ્રતિષ્ઠા ધરાવે છે. કમળાબેને કોરોના થયા બાદ સળંગ એક મહિલા સુધી ડૉક્ટરે સૂચવેલી દવાથી સાથે રોજ એક પ્લેટ બરફ ખાતા હતા. આ દાવો તેમના પરિવારે કર્યો છે.

ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ઘ અહેવાલ મુજબ વર્ષ 1918માં ખંભાત ખાતે જન્મેલા કમળાબેન ભાવસારને એપ્રિલ માસના અંતમાં કોરોના થયો હતો. તેમને ડોક્ટર્સની સલાહ અનુસાર ઈન્જેક્શન, બાટલા ચડાવાયા હતા. કમળાબેનની ઉંમર વધુ હોવાથી પરિવારનો આગ્રહ હોવા છતાં તેમણે જરા પણ અન્નનું સેવન કર્યું ન હતું. ઉલટાનું તેમણે પરિવાર પાસે બરફના ગાંગડાની માગણી કરી હતી.

કમળાબેનની માગણી પર પહેલા પુત્ર પ્રશાંતભાઈ અને પુત્રવધૂ યોગિનીની આનાકાની કરી હતી. જોકે તેની પરવા કર્યા વગર કમળાબેન પોતાની માગણી પર મક્કમ રહ્યા હતા. તેમણે રોજ એક પ્લેટ બરફના ગાંગડા સૂચવાનું શરૂ કર્યું હતું. ધીરે ધીરે રોજની એક ટ્રે ભરીને બરફનાના ગાંગડા ચૂસવા તેમનો નિત્યક્રમ બની ગયો છે. જોકે સાથે સ્વજનોના આગ્રહના કારણે ફળોનું જ્યૂસ પીવાનું ચાલું રાખ્યું હતું.

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમના પુત્ર-પુત્રવધૂએ જણાવ્યું હતું કે અમારા પરિવારમાં તમામને કોરોના થયા બાદ અમારા માતા કમળાબેનને કોરોના થયો હતો. કોરોનાની લહેરમાં અમને સ્વાભાવિક ચિંતા થઈ કે એક તો માતાની ઉંમર વધારે હતી અને કોરોના થવાથી તેઓ હવે જીવશે કે કેમ?, પરંતુ અમારી ધારણાથી વિપરિત તેઓ અત્યારે કોરોનામુક્ત બનીને સ્વસ્થ થઈ ગયાં છે.

103 વર્ષના કમળાબેન ખંભાત, બોરસદ, અમદાવાદમાં સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લઈ ચૂક્યા છે. તેઓ અમદાવાદ મ્યુનિ.કોર્પો.ની સ્કૂલમાં શિક્ષક રહી ચૂક્યાં છે. કોરોના સામેની લડત અંગે કમળાબેને જણાવ્યું હતું કે કોરોનાથી મુક્તિમાં ડોક્ટરોની દવા ઉપરાંત મારી જીજીવિષા અને હકારાત્મક દ્રષ્ટિકોણ જવાબદાર છે. મેં મારા જીવનકાળમાં ક્યારેય કંઈ પણ નકારાત્મક વિચાર્યું નથી. મારું મનોબળ પણ મજબૂત છે. મારી 151 વર્ષ સુધી જીવવાની મહેચ્છા છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #InfinitePossibilities ? into this thrilling experience of discovery and let your imagination roam! ✨ Don’t just explore, immerse yourself in the thrill! ? Your brain will thank you for this thrilling joyride through the dimensions of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page