Friday, April 19, 2024
Google search engine
HomeFeature Rightગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ મે ત્યારે થઈ શકે છે ઓવરફ્લો,જાણો કેટલી છે...

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ મે ત્યારે થઈ શકે છે ઓવરફ્લો,જાણો કેટલી છે જળસપાટી

ભરૂચ: સરદાર સરોવર ડેમમાં ઉપરથી 7.81 લાખ ક્યુસેક પાણી છોડાતાં નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક 138 મીટરની પાર પહોંચી ગઈ છે. ડેમમાંથી 7.51 લાખ ક્યુસેક પાણી નીચે છોડવામાં આવ્યું હતું. ડેમની જળસપાટી સતત વધતી રહે તેવા એંધાણ છે. જોકે એક અધિકારીના જણાવ્યા મુજબ, તે 138.68 મીટરની સર્વોચ્ચ સપાટીને પાર કરે તેવી સંભાવના છે. જેને લઈને આજે ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે.

ડેમમાંથી પાણી છોડાતા નર્મદા જિલ્લાના વહીવટકર્તાઓ છેલ્લા ત્રણ દિવસથી એલર્ટ પર છે. મોટ જથ્થામાં પાણી છોડાતાં નર્મદાના કાંઠે આવેલા 20 જેટલા ગામમાં આગામી પાંચ દિવસ સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના વહીવટકર્તાઓ પણ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. વડોદરા જિલ્લાના પણ ઘણાં ગામ નર્મદા નદીના કિનારે આવેલા છે.

ભરૂચ જિલ્લામાં નર્મદાના કાંઠે વસતા 3900 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં નદીની જળસપાટી ડેન્જર માર્કથી ત્રણ ફીટ ઊપર વધી ગઈ છે. સરદાર સરોવર ડેમમાંથી 7 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીના પાણીની સપાટી 31 ફીટ માર્ક વટાવી ગઈ છે.

ભરૂચના કલેક્ટર એમ.ડી મોડિયાએ જણાવ્યું હતું કે, ડેન્જર માર્ક 28 ફીટે છે જ્યારે અત્યારે નર્મદા અંકલેશ્વર અને ભરૂચને જોડતા ગોલ્ડ બ્રિજ પાસે 31.25 ફીટ પર વહી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદાના જળસ્તરમાં વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા 3900 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં સરદાર સરોવરનું લોકાર્પણ કર્યું હતું. આગામી 17મી સપ્ટેમ્બરે જન્મદિનના અવસરે નરેન્દ્ર મોદી સરદાર સરોવર ડેમની મુલાકાત લેવાના છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Embark into this exciting adventure of knowledge and let your mind fly! ✨ Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page