Wednesday, April 17, 2024
Google search engine
HomeAjab Gajabમાતાના રડવાનો અવાજ સાંભળીને બ્રેન ડેડ છોકરો જીવતો થયો, અંતિમ સંસ્કારની ચાલતી...

માતાના રડવાનો અવાજ સાંભળીને બ્રેન ડેડ છોકરો જીવતો થયો, અંતિમ સંસ્કારની ચાલતી હતી તૈયારી

હૈદરાબાદઃ તેલંગાનામાં બ્રેન ડેડ જાહેર થઈ ચૂકેલો 18 વર્ષીય છોકરો જીવતો થયો હોવાની ઘટના સામે આવી છે. તેના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલતી હતી અને ત્યારે જ તેની માતા દીકરાની પાસે જઈને રડવા લાગી હતી. માતાના રૂદનનો અવાજ સાંભળીને છોકરાની આંખમાંથી આંસુ આવી ગયા હતાં. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

કયાની છે ઘટના?
તેલંગાનાના સૂર્યપેટ જીલ્લાના પિલ્લાલમર્રી ગામની આ ઘટના છે. છોકરાનું નામ ગંધમ કિરણ છે. ગંધમની માતાએ કહ્યું હતું કે જ્યારે તે દીકરાની પાસે બેસીને રડતી હતી ત્યારે જ તેણે જોયું કે દીકરાની આંખમાંથી આંસુ વહી રહ્યાં છે. તેણે પોતાના સંબંધીઓને આ વાત કહી અને પછી ડોક્ટર્સને બોલાવવામાં આવ્યા હતં.

હવે, દીકરો સ્વસ્થ
ગંધમ કિરનની માતા સૈદમ્માએ કહ્યું હતું કે ડોક્ટરે તેનો હાથ પકડીને કહ્યું હતું કે તે હજી જીવે છે. ધબકારા ચાલે છે. ત્યારે તેઓ ઘણાં જ ખુશ થઈ ગયા હતાં. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદના ડોક્ટર્સની સલાહ પર સૂર્યપેટ જિલ્લાની હોસ્પિટલે સારવાર કરી હતી. કિરન ત્રણ દિવસમાં જ બધાને ઓળખવા લાગ્યો અને વાતચીત કરવા લાગ્યો હતો. તે હવે એકદમ સ્વસ્થ છે.

ગંભીર હેપેટાઈટિસ હતો
કિરનને 26 જૂને તાવ આવતો હતો અને વોમિટ થતી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સરકારી ડોક્ટર્સે તેને હેપેટાઈટિસ ગંભીર હોવાનું કહ્યું હતું. તબિયત વધુ બગડતા તેને 28 જૂને હૈદરાબાદ લાવવામાં આવ્યો હતો. 3 જુલાઈએ તે કોમામાં જતો રહ્યો હતો. ત્યારબાદ ડોક્ટર્સે તેને બ્રેન ડેડ જાહેર કર્યો હતો.

RELATED ARTICLES

8 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! ? Dive into this thrilling experience of imagination and let your mind roam! ✨ Don’t just explore, savor the thrill! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the worlds of awe! ?

  2. I played on this online casino site and succeeded a substantial amount, but eventually, my mom fell ill, and I required to withdraw some earnings from my account. Unfortunately, I faced issues and couldn’t finalize the cashout. Tragically, my mom died due to such gambling platform. I request for your help in bringing attention to this site. Please assist me to achieve justice, so that others won’t undergo the pain I am going through today, and stop them from crying tears like mine. ????

  3. I engaged on this casino platform and succeeded a significant amount, but later, my mom fell ill, and I needed to cash out some funds from my account. Unfortunately, I experienced problems and could not finalize the cashout. Tragically, my mom passed away due to this casino site. I implore for your assistance in reporting this online casino. Please support me to obtain justice, so that others won’t have to undergo the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page