Saturday, April 13, 2024
Google search engine
HomeNationalનવું નક્કોર એક્ટિવા લઈને નિકળેલા યુવકને પોલીસે ફટકાર્યો 1 લાખ રૂપિયાનો દંડ?...

નવું નક્કોર એક્ટિવા લઈને નિકળેલા યુવકને પોલીસે ફટકાર્યો 1 લાખ રૂપિયાનો દંડ? જાણો કેમ

ભુવનેશ્વર: નવા ટ્રાફિક નિયમોએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. એક પછી એક લાખો રૂપિયાના દંડ થતાં હોવાના કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે ઓડિશાના ભુવનેશ્વરમાં ટ્રાફિક દંડનો એક જબરદસ્ત કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શખ્સ નવું જ એક્ટિવા લઈને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં પોલીસે તેને પકડીને નંબર પ્લેટ વગર એક્ટિવા ચલાવવા માટે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

12 સપ્ટેમ્બરે અરુણ પાંડા નામનો વ્યક્તિ ઓડિશાના ભુવનેશ્વરમાં શોરૂમમાંથી એક્ટિવા લઈને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે બારંગમાં વાહનોનાં ચેકિંગ સમયે પોલીસે તેને અટકાવ્યો હતો. એક્ટિવાને નંબર પ્લેટ ન હોવાને કારણે પોલીસે તેને પકડ્યો હતો. અરુણે આ એક્ટિવા 28 ઓગસ્ટે ખરીદ્યું હતું પણ તેનો નંબર હજુ સુધી આવ્યો ન હતો. ટ્રાફિક પોલીસે આ મામલામાં ડીલર, મેન્યુફેક્ચરર, ઈમ્પોર્ટરના સ્તરે થયેલી ચૂક માટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

1 લાખ રૂપિયાના દંડની વાત સાંભળીને એક્ટિવા માલિક કવિતા ચોંકી ગઈ હતી. તેને ખબર ન પડી કે પોલીસે આટલો મોટો દંડ કેમ ફટકાર્યો. ત્યાર બાદ તેણે તપાસ કરતાં માલુમ પડ્યું કે, શોરૂમમાંથી એક્ટિવાને રજિસ્ટ્રેશન નંબર જ અપાયો ન હતો અને એક્ટિવાનું રજિસ્ટ્રેશન પણ તેના નામે ન હતું. આ મામલે કવિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ રજિસ્ટ્રેશન વગર વાહન ચલાવવા માટે દંડની જોગવાઈ છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page