નવી દિલ્હીઃ આજના સમયમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે, જે સ્માર્ટફોનનો ઉપયોગ ના કરતું હોય. આવામાં વિશ્વના શક્તિશાળી નેતા તથા ભારતના પીએમ નરેન્દ્ર મોદી કયો સ્માર્ટફોન વાપરે છે, તે જાણવાની ઉત્સુકતા અનેકમાં હોય છે. તો દેશના ગૃહમંત્રી અમિત શાહ કયો ફોન વાપરે છે? સરકારના મહત્વના મંત્રી કયો સ્માર્ટ ફોન વાપરે છે, તેના પર એક નજર કરીએ.
નરેન્દ્ર મોદીની સાથે જ તેમના મંત્રી પણ ટેક્નોસેવી થઈ ગયા છે. પીએમ મોદી એપ્પલ (આઈફોન)નો ફોન યુઝ કરે છે. તો અમિત શાહ બ્રાન્ડ ન્યૂ આઈફોન એક્સનો યુઝ કરે છે.
પીએમ મોદી 2018માં ચીન તથા દુબઈના સત્તાવાર પ્રવાસ દરમિયાન આઈફોન 6નો ઉપયોગ કરતા જોવા મળ્યા હતાં. સુરક્ષાના કારણોસર મોદી એપ્પલનો ફોન વાપરે છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર બે સ્માર્ટ ફોન (આઈફોન તથા એન્ડ્રોઈડ) રાખે છે. નોંધનીય છે કે મોદીને કારણે સ્માર્ટ ફોનના વેચાણમાં ખાસ્સો ઉછાળ આવ્યો છે.
News