Wednesday, April 10, 2024
Google search engine
Homeવિદેશમાં ફરવા જવાનો શોખ છે? વિઝા મળશે કે નહીં તેવો ડર છે?...

વિદેશમાં ફરવા જવાનો શોખ છે? વિઝા મળશે કે નહીં તેવો ડર છે? તો આ દેશમાં નથી જરૂર પડતી વિઝાની

સામાન્ય રીતે વિદેશ ફરવા જવું હોય તો પહેલો વિચાર વિઝાનો આવે છે. પરંતુ જો કોઇને પૂછવામાં આવે કે કયો દેશ એવો છે કે જ્યાં તમે વિઝા વિના ફરવા જઈ શકો છો, ત્યારે ફક્ત નેપાળ અને ભૂટાનનું જ નામ યાદ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એશિયામાં એવા અન્ય દેશો પણ છે જ્યાં ભારતીયોને ફરવા જવા માટે વિઝાની જરૂર નથી. જી હાં, ફક્ત તમારા પાસપોર્ટ સાથે રાખીને આ દેશોમાં ફરવા જઇ શકો છો.

મકાઉ- મકાઉ દક્ષિણ ચાઇના નજીક આવેલો એક નાનો દેશ છે. અહીંની ચમકદમક અને લક્ઝરી લાઇફના કારણે ટુરિસ્ટ આ દેશમાં પરવા આવું ખૂબ જ પસંદ કરે છે. મકાઉમાં તમે વિઝા વગર ત્રીસ દિવસ આરામથી ફરી શકો છો.

ઇન્ડોનેશિયા-ઇન્ડોનેશિયાનું સુંદર શહેર એટલે કે બાલી ભારતીયોમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં આવનારા ભારતીય પ્રવાસી શાંતિથી ફરી શકે તે માટે થઇને ફક્ત પાસપોર્ટ સાથે, વિઝા વિના 30 દિવસ સુધી વિતાવી શકાય છે. ઇન્ડોનેશિયામાં ઘણા સુંદર ટાપુઓ અને દરિયાકિનારા છે.

મોરિશિયસ-મોરેશિયસને બીજો ભારત દેશ કહેવામાં આવે તો નવાઈની કોઇ વાત નથી. આ સુંદર દેશમાં મુસાફરી કરવા માટે તમારે સંપૂર્ણ ત્રણ મહિના સુધી વિઝા વિના રહી શકાશે. તેથી જો તમે બીચની સાથે સમુદ્રમાં એડવેન્ચર કરવાનું વિચારી રહ્યાં છો તો તો આ દેશ માં ફરવા જવા ચોક્કસ વિચારો.

માલદીવ- બોલિવૂડ સ્ટાર્સ આ સુંદર દેશમાં વારંવાર ફરવા જાય છે. આ દેશ 90 દિવસ સુધી ભારતીય પાસપોર્ટ ધારકોને ફ્રી વિઝા રહેવાની પરમિશન આપે છે. સફેદ દરિયા કિનારા અને અમેઝિંગ પાણીની નીચેની દુનિયા જ માલદીવને અન્ય દેશોથી અલગ કરે છે. દુનિયામાં સૌથી સુંદર દરિયા માટે માલદીવ ફેમસ છે. આ દેશમાં 1200 ટાપુ સામેલ છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your thoughts roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page