Wednesday, April 10, 2024
Google search engine
HomeBusinessરિલાયન્સ Jioએ યુઝર્સને આપી મોટી ગિફ્ટ, આ બે જાણીતા પ્લાન્સ ફરીથી શરૂ...

રિલાયન્સ Jioએ યુઝર્સને આપી મોટી ગિફ્ટ, આ બે જાણીતા પ્લાન્સ ફરીથી શરૂ કર્યાં

મુંબઈ: રિલાયન્સ જિઓએ ટેલીકોમ ઈન્ડસ્ટ્રીઝમાં ફરીથી કોમ્પિટિશન વધારી દીધી છે. એરટેલ અને વોડાફોન-આઈડિયા દ્વારા અન્ય નેટવર્ક્સ પર ફ્રી કોલિંગની જાહેરાત કરવામાં આવી હતી તેના જવાબમાં રિલાયન્સ જિયોએ 98 રૂપિયા અને 149 રૂપિયાવાળા પ્લાન ફરીથી માર્કેટમાં લોન્ચ કર્યાં છે. કંપની દ્વારા ટેરિફ રિવાઈઝ કરવામાં આવ્યા બાદ યૂઝર્સ માટે ડેટા તો મોંઘો થઈ ગયો હતો પરંતુ પહેલા મળનારી અનલિમિટેડ ફ્રી કોલિંગ પર લગાવવામાં આવેલી FUP લિમિટે યૂઝર્સને નિરાશ કર્યાં હતા.

યૂઝર્સની મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યાર બાદ કંપનીએ હવે પ્લાન્સમાં ફેરફાર કર્યો છે. ટેરિફ રિવાઈઝ થયા બાદ જિયોના પોર્ટફોલિયોમાં રોજનો 1GB ડેટાવાળો પ્લાન ખતમ થઈ ગયો હતો. અનેક યૂઝર્સને તેનાથી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. જિયોએ યૂઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખી 149 રૂપિયાવાળો પ્લાન ફરીથી માર્કેટમાં લોન્ચ કર્યો છે.

આ પ્લાનમાં 24 દિવસની વેલિડિટી સાથે રોજ 1જીબી ડેટા અને 100 ફ્રી SMS મળી રહ્યા છે. પ્લાન સબસ્ક્રાઈબ કરનારા યૂઝર્સને જિયો ટૂ જિયો કોલિંગ ફ્રી મળે છે. જ્યારે અન્ય નેટવર્ક પર કોલ કરવા 300 FUP મીનિટ મળે છે. યૂઝર્સને આ પ્લાનની સાથે રિલાયન્સ જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.

આ ઉપરાંત 98 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં વેલિડિટી પીરિયડ્સ માટે કુલ 2જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાન જે યૂઝર્સને વધારે કોલિંગ હોય તેમના માટે કામનો છે. પ્લાનમાં જિયો ટૂ જિયો કોલિંગ ફ્રી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! ? ? into this cosmic journey of imagination and let your mind fly! ? Don’t just read, savor the thrill! ? Your mind will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page