Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightઉમરગામમાં આભ ફાટ્યું, માત્ર 8 કલાકમાં ધોધમાર 9 ઈંચ વરસાદ

ઉમરગામમાં આભ ફાટ્યું, માત્ર 8 કલાકમાં ધોધમાર 9 ઈંચ વરસાદ

ગાંધીનગર: છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર અને અમરેલી સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો છે. ઉમરગામમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે વાપીમાં 5 ઈંચ, ખેરગામમાં 4 ઈંચ, કપરાડામાં 4 ઈંચ અને પારડીમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

ભારતીય હવામાન વિભાગએ પોતાના તાજેતરના બુલેટિનના દેશના એક ડઝનથી વધુ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક હિસ્સામાં આગામી 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પહોંચવાનું અનુમાન છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities ? into this cosmic journey of discovery and let your imagination soar! ? Don’t just enjoy, immerse yourself in the thrill! ? Your brain will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page