રાજકોટઃ ASI ખુશ્બુ કાનાબારે રાજકોટમાં સરકારી વસાહતમાં પહેલાં પ્રેમી રવિરાજ સિંહ જાડેજાની હત્યા કર્યાં બાદ આત્મહત્યા કરી હતી. આ કેસમાં રોજ રોજ નવી વિગતો સામે આવે છે. આત્મહત્યા અને હત્યા કર્યાંના 15 દિવસ પહેલાં જ ખુશ્બુ પ્રેમી રવિરાજ સિંહ તથા વિવેક કુછડિયા અને તેની પત્ની સાથે મુંબઈ ફરવા ગયા હતાં. અહીંયા ખુશ્બુએ પ્રેમી સાથે પડાવેલી તસવીરો પોતાની પાસે સાચવીને રાખી હતી. રવિરાજે ચૂકવેલા બિલ પણ જાળવી રાખ્યાં હતાં.
મુંબઈમાં રવિરાજની પત્નીનો ફોન આવતા ખુશ્બુ ગુસ્સે થઈ હતી
પોલીસના જણાવ્યા પ્રમાણે, 15 દિવસ પહેલાં જ ખુશ્બુ, રવિરાજ, વિવેક તથા તેની પત્ની મુંબઈ તથા માથેરાન ફરવા ગયા હતાં. અહીંયા રવિરાજની પત્નીનો ફોન આવતા ખુશ્બુએ અડધી રાત્રે ઝઘડો કર્યો હતો. આ સમયે રવિરાજ બાજુના રૂમમાં સૂતેલા વિવેક તથા તેની પત્નીને બોલાવી લાવ્યો હતો. જ્યારે આ બંને રૂમમાં આવ્યા ત્યારે રવિરાજ તો પૂરા કપડાંમાં હતો પરંતુ ખુશ્બુ માત્ર આંતરવસ્ત્રોમાં હતી. આ સમયે વિવેક તથા તેની પત્નીએ ખુશ્બુને સમજાવીને શાંત પાડી હતી.
ખુશ્બુના ઘરમાંથી 60 ફોટો મળ્યાં
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુંબઈ-માથેરાન ટ્રીપના 60 જેટલાં ફોટોઝની હાર્ડકોપી ખુશ્બુના ઘરમાંથી મળી હતી. આ ટ્રીપનો તમામ ખર્ચ રવિરાજે ઉપાડ્યો હતો અને તેણે તમામ બિલ પણ સાચવી રાખ્યાં હતાં.
રોજ રાત્રે ચેટિંગ કરતાં
પોલીસને ખુશ્બુ તથા રવિરાજના વ્હોટ્સએપ ચેટની ડિટેલ્સ કઢાવી હતી. નિયમિત રીતે રવિરાજ રાત્રે નવ વાગે ખુશ્બુના ઘરે જતો અને બેથી ત્રણ વાગ્યા સુધી રોકાતો. ત્યારબાદ તે ઘરે આવીને ખુશ્બુ સાથે ફોનમાં ચેટિંગ કરતો હતો. તે ઘરે આવી ગયાનો મેસેજ કરતો. ત્યારબાદ તે એમ પણ કહેતો કે સોરી, તે તેની સાથે રહી શકે તેમ નથી અને પછી ત્રણવાર સોરી લખતો હતો.
Excellent