Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratગુજરાતી એક્ટ્રેસ એશા કંસારાએ અમદાવાદમાં લીધું નવું ઘર, જુઓ તસવીરોમાં

ગુજરાતી એક્ટ્રેસ એશા કંસારાએ અમદાવાદમાં લીધું નવું ઘર, જુઓ તસવીરોમાં

ગુજરાતી એક્ટ્રેસ એશા કંસારાનો જન્મ અમદાવાદમાં 20 ઓગસ્ટ, 1997માં થયો છે. 18 વર્ષની ઉંમરથી એશા એક્ટ્રેસ બનવા માગતી હતી. એશાએ અમદાવાદની હિરામણી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણે સાત વર્ષ સુધી ક્લાસિકલ ડાન્સ ભરતનાટ્યમ શીખ્યું છે. હાલમાં જ એશાએ અમદાવાદમાં નવું ઘર લીધું હતું. એશાએ નવા ઘરની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી.

ઢોલીવૂડમાં એક્ટિંગની તકો ઓછી હોવાને કારણે એશા કંસારા મુંબઈ જતી રહી હતી. અહીંયા તેણે મીઠીબાઈ કોલેજમાંથી બીકોમની ડિગ્રી લીધી હતી. 2009માં એશા મિસ ગુજરાતની સ્પર્ધમાં સેકન્ડ રનર અપ રહી હતી.

2010માં એશાએ ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’માં ભાગ લીધો હતો. આ શોમાં તે ટોપ 100માં આવી હતી. એશાએ ટીવી ડેબ્યૂ 2011માં સિરિયલ ‘મુક્તિ બંધન’થી કર્યું હતું. જોકે, તે લોકપ્રિય સિરિયલ ‘મેરી ભાભી’થી થઈ હતી. આ સિરિયલ એક વર્ષ ચાલી હતી.

એશાએ ટીવી સિરિયલ ‘માય નેમ ઈઝ લખન’માં શ્રેયસ તલપડે સાથે પણ કામ કર્યુ હતું. એશાએ સ્ટેજ પ્લેમાં પણ કામ કર્યું છે. વેબ શો ‘બેન ટૉક’માં એશા કંસારા એક્ટ્રેસ દીક્ષા જોષી સાથે આવી હતી અને તે કારણે ઘણો જ વિવાદ થયો હતો. બંનેએ પછી માફી પણ માગી હતી.

2017માં એશાએ ગુજરાતી ફિલ્મ ‘દુનિયાદારી’ કરી હતી. આ એશાની પહેલી ગુજરાતી ફિલ્મ હતી. ત્યારબાદ એશાએ ‘મિજાજ’, ‘વાંઢા વિલાસ’, ‘મિડનાઇટ્સ વિથ મેનકા’માં કર્યું હતું. એશા હવે વત્સલ સેઠ સાથે ગુજરાતી ફિલ્મ ‘હું, મારી વાઇફ ને એનો હસબન્ડ’માં જોવા મળશે.

એશા હવે ‘જિંદગી મેરે ઘર આના’માં પ્રેગ્નન્ટ વિધવા વહુના રોલમાં જોવા મળશે. આ સિરિયલ સ્ટાર પ્લસ પર આ મહિનાના અંતમાં શરૂ થશે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated on this casino website and secured a significant sum of earnings. However, eventually, my mother fell gravely sick, and I required to withdraw some money from my account. Unfortunately, I encountered issues and was unable to complete the withdrawal. Tragically, my mom died due to this online casino. I urgently plead for your help in addressing this concern with the platform. Please help me in seeking justice, to ensure others do not endure the hardship I’m facing today, and stop them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page