Friday, April 12, 2024
Google search engine
HomeGujaratહજી પણ પત્નીને યાદ કરીને ભાવુક થઈ જાય છે પતિ, બસનો આપ્યો...

હજી પણ પત્નીને યાદ કરીને ભાવુક થઈ જાય છે પતિ, બસનો આપ્યો નવો પુરાવો

સુરતમાં આજથી ત્રણ દિવસ પહેલાં બનેલી ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી દીધું હતું. રાત્રે સુરતથી ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની સ્લીપર કોચની બસમાં એકાએક આગ લાગતા બસ ધડીભરમાં આગની લપેટમાં આવી ગઈ હતી. આ બનાવમાં ભાવનગરનું નવદપંતી ભોગ બન્યું હતું. જેમાં 25 વર્ષીય પરિણીતા તાનિયા નવલાનીનું આગમાં ભડથું થઈને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે તેનો પતિ ગંભીર વિશાલ નવલાની પણ ગંભીર રીતે દાઝી જતાં તેને સુરતમાં તાત્કાલિક સારવાર આપ્યા બાદ ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ સારવાર હેઠળ રહેલા વિશાલ નવલાણીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

બસમાં આગ એસીના કમ્પ્રેસરના કારણે લાગી હોવાનું પ્રાથમિક તબક્કે ખૂલ્યું હતું, પણ પત્ની ગુમવાનાર વિશાલ નવલાણીએ આ વાતનો છેદ ઉડાડી દીધો હતો. એટલું જ નહીં વિશાલ નવલાણીએ પોતાની રાજધાની બસની ટિકિટ દેખાડી હતી. બસની ટિકિટમાં સુરત ટુ ભાવનગર નોન એસી સ્પષ્ટ લખ્યું છે. વિશાલે જણાવ્યું હતું કે એસીના કમ્પ્રેસરથી આગ લાગવાની વાત ખોટી છે. બસ નોન એસી હતી તો એસીનું કમ્પ્રેસર ફાટવાની વાત જ ક્યાં રહી?

વિશાલ નવલાણીએ કહ્યું હતું કે બસમાં સેનેટાઈઝર અને હીરા તા કાચને સાફ કરવાના કેમિકલ અને એવા બધા પાર્સલ હતા એટલે કદાચ તેનાથી આગ લાઈ હોઈ શકે. આખી બસમાં પાર્સલ જ કરેલા હતા. ઘટના બની ત્યારે કંડક્ટર કે ડ્ર્રાઈવર કોઈ ઘટના સ્થળે હતા જ નહીં. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરીશ. બસમાં આ રીતે સેનેટાઈઝર અને પાર્સલને ને એ બધુ ન રાખવું જોઈએ.

ભાવુક થઈને વિશાલ નવલાનીએ જણાવી આપવીતી
વિશાલભાઈ નવલાનીએ કહ્યું, ‘‘અમારી રાજધાની ટ્રાવેલ્સની સુરતથી ભાવનગરની પોણા દસ વાગ્યાની બસ હતી. આઠ વાગ્યાના અમે તેમની ઓફિસે જ બેઠા હતા. સવા નવ વાગ્યે બસ આવી. અમારી 25-26 નંબરની ઉપરની તરફ સોફાસીટ હતી. અમે બંને જણા ત્યાં સૂતા હતા. હું બારીની બાજુમાં હતો અને બીજી બાજુ મારી વાઈફ સૂતી હતી. અચાનક કન્ડકટરે ડ્રાઈવરને જોરથી બૂમો પાડી પાડીને બસ ઉભી રાખવાનું કહ્યું. કન્ડકરે કહ્યું કે- બસ ઉભી રાખો પાછળથી ધૂમાડા નીકળે છે. મેં સોફાસીટનો દરવાજો ખોલીને જોયું તો પાછળથી ધૂમાડા નીકળતા હતા. તરત મેં મારી પત્નીને કહ્યું કે એ બાજુથી નહીં જવાય, આ બાજુથી કૂદકો મારી દઈએ. મેં બારી ખોલીને સીધો કૂદકો મારી દીધો.”

ભારે હૈયે પતિ વિશાલ નવલાનીએ કહ્યું કે, ‘‘બસમાંથી નીચે ઉતરી હું આગળના દરવાજાથી પત્નીને લેવા અંદર ગયો. ત્યાંથી અંદર જવાય એવી સ્થિતિ નહોતી. એટલે ફરી હું પાછો બારી બાજુ ગયો. ત્યાં જઈને મારી પત્નીને કહ્યું કે અંદરથી નીકળી નહીં શકાય તું બારીમાંથી કૂદી જા. જેવો હું તેને હાથ આપવા જતો કે આગમાં બસનું ટાયર ફાટીને મારા મોંઢા પર આવ્યું. મને લોહી નીકળવા લાગ્યું. મને હાથ પગ અને આંખમાં વાગ્યું હતું. પછી મને 108માં લઈ ગયા.’’

વિશાલભાઈ નવલાનીએ જણાવ્યું, ‘‘બસમાં એ લોકો પાર્સલને એ બધુ નાખતા હતા. પાછળની પેસેન્જરની બેસવાની સીટ, પાછળની ડીકીમાં, લેફ્ટ સાઈડની ડીકીમાં બધી જગ્યાએ એ લોકોએ પાર્સલ ભર્યા હતા.’’

સુરતથી ગોવા અને રિટર્ન ફ્લાઈટ બુક કરાવેલી હતી
ભાવનગરના રતાલ કેમ્પસમાં રહેતા વિશાલ નવલાનીના લગ્ન થોડા સમય પહેલાં જ તાનિયા નામની યુવતી સાથે થયા હતા. ગોવા ખાતે હનિમૂન મનાવવા જવા માટે તેમણે સુરતથી આવવા-જવાની ફ્લાઇટ બુક કરી હતી. ભાવનગરથી તેઓ સુરતમાં આવ્યાં અને બાદમાં સુરતથી તેઓ ફ્લાઈટમાં ગોવા ગયાં હતાં. ગતરોજ તેઓ ગોવાથી સુરત આવ્યાં અને રાત્રે રાજધાની નામની લક્ઝરી બસમાં બેસી ભાવનગર પરત જવા માટે નીકળ્યા હતા.

ઘટના શું હતી?
ગત રોજ મંગળવારે રાતના 9.35 કલાક આજુબાજુ ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું, જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી.

ઘટના અગાઉના સીસીટીવી સામે આવ્યા
ભાવનગર જવા નીકળેલી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું, જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી.બસમાં આગ લાગ્યા પહેલાંના સીસીટીવીસામે આવ્યા છે, જેમાં બસ ઝટકા મારીને બંધ થયા બાદ બ્લાસ્ટ થયો હતો. બાદમાં આગ લાગ્યાનું ધ્યાને આવતાં જ પાનની કેબિન પર બેઠેલા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.

અકસ્માત મોતનો ગુનો નોંધાયો
એસીપી સીકે પટેલે જણાવ્યું હતું કે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ બસમાં આગ કયા કારણસર લાગી એ માટે એસએફએલની મદદ પણ લેવાઈ છે તેમજ ઇલેક્ટ્રિક અને આરટીઓ ઇન્સ્પેકટરની સ્થળ નિરીક્ષણ કરાવી આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I played on this gambling website and succeeded a significant sum of money, but later, my mom fell sick, and I needed to withdraw some funds from my balance. Unfortunately, I experienced issues and could not withdraw the funds. Tragically, my mom passed away due to such casino site. I plead for your support in lodging a complaint against this website. Please support me to achieve justice, so that others do not experience the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page