|

ગુજરાતના સીટીની લોકો વરસાદી પાણીનો કેવી રીતે કરે છે ઉપયોગ?

આણંદ: ગુજરાતમાં આ વખતે વરસાદ બહુ જ મોડો શરૂ થયો હતો. જોકે વરસાદનું પાણી વેડફાઈ ન જાય તે માટે લોકો ઘણાં અખતરા કરતાં હોય છે. પાણીની બચત કેવી રીતે કરવી તેને લઈને લોકો જાણવા માંગતા હોય છે તો આવો અમે તમને જણાવીએ કે ગુજરાત કઈ જગ્યાએ વરસાદી પાણીની બચત કરે છે.

ભવિષ્યમાં જળ સંકટ સર્જાવાની સંભાવનાને ધ્યાને લઈ આણંદ જિલ્લાના બોરસદના 300 જેટલા રહેણાંકના મકાનોમાં વરસાદી પાણી, ઘર વપરાશનું વેસ્ટ પાણી અને એકવા ગાર્ડનું વેસ્ટ પાણીના સુયોગ્ય સંગ્રહની શરૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારમાં રહીશો દ્વારા વરસાદી પાણી અને અન્ય વેસ્ટ પાણીનો બગાડ અટકાવવા રિવર્સ બોરની પદ્ધતિ અપનાવીને 300 જેટલા રહેણાંકના ઘરોના વપરાશ માટે તથા પીવા માટે લાખ્ખો લીટર પાણીનો સંગ્રહ થાય છે.

સહજાનંદ સોસાયટીના રહીશે કહ્યું હતું કે, આ સોસાયટી વિસ્તારમાં આવેલા 40 ફૂટ ઉંડો કુવો બનાવવામાં આવ્યો છે ત્યાર બાદ 250 ફૂટ ઊંડો કુવો જેમાં પાણીનો સંગ્રહ થાય છે અને જમીનમાં ઉતરે છે તેની બાજુમાં સોસાયટી માટે પણ પીવાના પાણીનો બોર બનાવવામાં આવ્યો છે તેમાંથી પીવાનું પાણીનું વિતરણ કરવામાં આવે છે.

આજે ત્રણ વર્ષ કરતાં વધારે વર્ષ થવા આવ્યા અમારે 24 કલાકમાં માત્ર 30 મીનિટ પાણીની મોટર ચલાવવી પડે છે અને ભરપૂર પાણી મળી રહ્યું છે. પાણી માટે હવે અમે સ્વનિર્ભર બન્યા છીએ, હાલ કુલ 300 મકાનો માટે આ વ્યવસ્થા કરાઈ છે અને આના કારણે હવે પછી નવી બનતી તમામ સોસાયટીઓમાં આ પ્રમાણે જળસંગ્રહ માટે અમારી વ્યવસ્થા પ્રેરણારૂપ બની છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *