Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratમુસ્લિમ શખ્સે ફોનમાં હિન્દુઓ, મોદી, ભગવાન રામ અને રાષ્ટ્રને ગાળો દીધી, ઝડપાયો

મુસ્લિમ શખ્સે ફોનમાં હિન્દુઓ, મોદી, ભગવાન રામ અને રાષ્ટ્રને ગાળો દીધી, ઝડપાયો

જેતપુરના નવાગઢ વિસ્તારના મુસ્લિમ શખ્સ દ્વારા હિન્દુઓની લાગણી દુભાય તે રીતે ગાળો કાઢી જાનથી મારી નાંખવાની મોબાઈલ પર ધમકી આપવાના ચર્ચાસ્પદ બનેલા બનાવમાં આરોપી શખ્સને પોલીસે હૈદરાબાદથી ઝડપી લેવામાં આવ્યો હતો. જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતો જાવીદ ભીખુભાઈ કુરેશી નામના મુસ્લિમ શખ્સે નટુભાઈ બુટાણી નામના યુવાનને મોબાઈલ કર્યો હતો. અને આ કોલમાં હિન્દુઓને, વડાપ્રધાન મોદીને, ભગવાન રામને તેમજ રાષ્ટ્રને ગાળો દીધી હતી.

આ બનાવમાં સીટી પોલીસે ભગવાનને ગાળો આપવા બદલ ધાર્મિક લાગણી દુભાવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની આઈપીસી ક.૨૯૫ એ, ૫૦૪, ૫૦૬(૨) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ વિવિધ ધાર્મિક રાજકીય સંગઠનોએ પોલીસ, મામલતદારને આવેદનપત્ર આપી આરોપી શખ્સની તાત્કાલીક ધરપકડ કરવા માંગ કરી હતી.આ આરોપી શખ્સ ટ્રક ડ્રાઇવીંગનું કામ કરતો હોય અને તે આંતરરાજ્ય માલ પરિવહન કરતો હોવાથી તેને તાત્કાલીક પકડવો મુશ્કેલ હતો. જેથી એલસીબીએ તેનું લોકેશન ટ્રેસ કરતા જુદાજુદા રાજ્યોનું આવતું હતું.

એલસીબીએ લોકેશનનું સતત પીછો કરતા હૈદરાબાદ ખાતેથી આરોપી જાવેદ મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. આરોપી શખ્સ વિરુદ્ધ જેતપુર અને ગોંડલ પોલીસ સ્ટેશનમાં ચોરી, પ્રોહીબિશનના પાંચ જેટલાં ગુન્હા પણ નોંધવામાં આવ્યા છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated on this online casino platform and won a considerable pile of cash. However, later on, my mother fell seriously sick, and I wanted to withdraw some earnings from my casino balance. Unfortunately, I experienced problems and could not complete the withdrawal. Tragically, my mother passed away due to such gambling platform. I urgently request your support in reporting this concern with the site. Please aid me to find justice, to ensure others won’t endure the anguish I’m facing today, and avert them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page