Tuesday, April 9, 2024
Google search engine
HomeAjab Gajabદેશમાં સૌથી મોટો મેમો ફટકારાયો, ટ્રક માલિકને 1 લાખ 41 હજાર 700...

દેશમાં સૌથી મોટો મેમો ફટકારાયો, ટ્રક માલિકને 1 લાખ 41 હજાર 700 રૂપિયાનો થયો દંડ

નવી દિલ્હી: નવા ટ્રાફિક નિયમ લાગુ થતાં જ રોજ રોજ ભારે ભરખમ મેમો ફટાકાર્યા હોય તેના સમાચાર સામે આવી રહ્યા છે. ક્યાંક કોઈક મોટો મેમો ફટકાર્યો હોવાના કારણે પ્રદર્શન કરીને વિરોધ કરે છે તો ક્યાંક કોઈક પોતાના વાહનને આગ લગાડીને વિરોધ કરે છે. ત્યારે દિલ્હીથી અત્યાર સુધીની સૌથી મોટી રકમનો મેમો આપ્યો હોવાનાં માહિતી મળી છે.


દિલ્હીની રોહિણી કોર્ટમાં 1 લાખ 41 હજાર 700 રૂપિયાનો મેમો આપવામાં આવ્યો છે. રાજસ્થાનનાં ટ્રક માલિકે દિલ્હી રોહિણી કોર્ટમાં ચલણની સંપૂર્ણ રકમની ચુકવણી કરી દીધી છે. ટ્રક માલિક રાજસ્થાનનાં બિકાનેરનો રહેવાસી છે જેને દિલ્હીમાં 5 સપ્ટેમ્બરનાં ઓવરલોડિંગ હોવાના કારણે 70 હજાર રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો હતો. ટ્રક માલિકનું કહેવું છે કે, 9 સપ્ટેમ્બરનાં તેણે મેમોની રકમ રોહિણી કોર્ટમાં ચુકવી દેવામાં આવી છે.

નોંધનીય છે કે, ગત 1 સપ્ટેમ્બરથી દેશમાં નવા ‘મોટર વ્હિકલ એક્ટ’ લાગુ થયા બાદ એક અજીબ કેસ સામે આવ્યો હતો. અત્યાર સુધી એવા સમાચાર આવી રહ્યા હતા કે, કોઈને 15 હજારનો મેમો તો કોઈને 25 હજાર તો કોઈને 60 હજાર રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો છે પરંતુ દિલ્હીની રોહિણી કોર્ટમાં સોમવારે 1 લાખ 41 બજાર 700 રૂપિયાનો મેમો જમા કરાવવામાં આવતા સૌ કોઇ ચોંકી ગયા છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #MindBlown Dive into this thrilling experience of discovery and let your thoughts fly! ? Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page