Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodVideo: અમદાવાદની જાણીતી હોટલમાં અભિનેત્રી મીરા ચોપરાના બ્રેકફાસ્ટમાં ઈયળો નીકળી

Video: અમદાવાદની જાણીતી હોટલમાં અભિનેત્રી મીરા ચોપરાના બ્રેકફાસ્ટમાં ઈયળો નીકળી

અમદાવાદ: બોલિવૂડ-સાઉથ ફિલ્મોની અભિનેત્રી મીરા ચોપરા હાલ એક વીડિયોને લઈને ચર્ચામાં આવી છે. આ વીડિયો મીરાએ સોશિયલમ મીડિયામાં શેર કર્યો હતો. જે થોડીક મીનિટોમાં જ વાયરલ થયો હતો. મહત્વની વાત છે કે, આ વીડિયો દ્વારા મીરા લક્ઝુરિયસ હોટલમાં મળતાં ખાવાની પોલ ખોલી રહી છે. આ વીડિયોમાં મીરા બ્રેકફાસ્ટ બતાવી રહી છે જેમાં ઈયળ ફરતી જોવા મળી હતી.


આ વીડિયો મીરા ચોપરાએ ટ્વિટર પર શેર કર્યો હતો. આ વીડિયોને શેર કરતાં મીરાએ ફરિયાદ કરી હતી. પ્લેટમાં ખાવાની વસ્તુ રાખી છે જેની આસપાસ ઈયળો ફરી રહી છે જે વીડિયો સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં મીરા કહી રહી છે કે, આ સમયે ડબલ ટ્રી હેલ્ટન હોટલ, અમદાવાદમાં છું, મેં બ્રેકફાસ્ટ મંગાવ્યો હતો, ખાવાનાની સાથે મને ઈયળો પણ મળી છે.

મીરા આગળ કહી રહી છે અમે આટલી મોંઘી હોટલમાં રહીએ છીએ અને ખાવાનું મંગાવીએ છીએ અને ઈયળો મળી રહી છે. હું આ હોટલમાં એક અઠવાડિયાથી રહું છું. જ્યારથી આ હોટલમાં આવી છું ત્યારથી બીમાર છું. હવે મને તેની પાછળનું કારણ ખબર પડી ગયું છે.


મીરાના આ વીડિયો પર યુઝર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. આ પહેલો કેસ નથી જ્યારે કોઈ ફિલ્મી સ્ટારે આવી ફરિયાદ સોશિયલ મીડિયા પર કરી હોય.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Dive into this cosmic journey of discovery and let your mind soar! ✨ Don’t just read, immerse yourself in the excitement! ? Your mind will be grateful for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page