Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodરાખી સાવંત નથી કંઈ મામૂલી, સંપત્તિ જાણીને આંખો થઈ જશે પહોળી!

રાખી સાવંત નથી કંઈ મામૂલી, સંપત્તિ જાણીને આંખો થઈ જશે પહોળી!

બોલિવૂડની ડ્રામા ક્વીનના નામથી ઓળખાતી રાખી સાવંત ઘણીવાર તેનાં નિવેદનને લીધે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. ઘણીવાર સોશિયલ મીડિયામાં તેના વીડિયો અને ફોટો વાઇરલ થતાં રહે છે. જેમાં તે ફોટોગ્રાફરો સાથે વાત કરતી પણ જોવા મળે છે. આ ઉપરાંત રાખી સાવંત તેના હોટ ફોટોને લીધે પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.


રાખી સાવંત એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની ફૅમસ એક્ટ્રસ હોવાની સાથે સારી આઇટમ ગર્લ પણ છે. તે ટીવી સિરિયલમાં પણ જોવા મળી ચૂકી છે. હાલમાં જ રાખી સાવંત ટીવીના ફૅમશ રિઆલિટી શૉ બિગબોસની 14મી સીઝનમાં પણ જોવા મળી હતી. તે છેલ્લે સુધી આ શૉમાં હતી. આ દરમિયાન તેમણે દર્શકોનું જબરદસ્ત મનોરંજન કર્યું હતું. આ શૉમાં તે 14 લાખ રૂપિયા લઈને બહાર ગઈ હતી. પણ દર્શકો તરફથી બોલિવૂડ ક્વીનને ખૂબ જ પ્રેમ મળ્યો છે.

રાખી ચર્ચામાં રહેવા માટે કોઈ તક છોડતી નથી. તે સતત લાઇમલાઇટમાં રહે છે. અત્યારે અમે તમને રાખી સાવંતની સંપત્તિ વિશે જણાવીએ છીએ. રાખી બોલિવૂડ ઉપરાંત તેલુગુ, તમિલ અને ભોજપુરી ફિલ્મોમાં પણ પોતાની દમદાર એક્ટિંગ કરી છે. તે નાના પડદાં પર પણ જોવા મળી હતી. આ દરમિયાન તેમણે કરોડો રૂપિયાની કમાણી પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત મુંબઈમાં રહે છે. રિપોર્ટ્સ મુજબ, મુંબઈમાં એક્ટ્રસ ઘણાં ફ્લેટની માલકિન છે. આ વાતનો ખુલાસો તેણે ખુદ કર્યો છે, રાખીની મોટાભાગની કમાણી સ્ટેજ શૉ દ્વારા થાય છે. તે અત્યાર સુધી કેટલાય સ્ટેજ પર્ફોમન્સ આપી ચૂકી છે. મુંબઈના પૉશ વિસ્તાર અંધેરીમાં અને જુહુમાં રાખીએ બે ફ્લેટ ખરીદ્યા છે.

રાખી સાવંત કુલ 37 કરોડ રૂપિયાની સંપત્તિની માલકિન છે. આ અંતગર્ત તેમની પાસે એક 11 કરોડ રૂપિયાનો કિંમતી બંગલો પણ છે. રાખી અત્યારે નવી પોલો કારમાં સફર કરતી જોવા મળી રહી છે. તે પોતાની આ કાર સાથે ઘણીવાર મુંબઈમાં સ્પોટ થાય છે. આ ઉપરાંત તેમની પાસે 21 લાખ રૂપિયાની કિંમતની એક ફોર્ડ એડવેન્ચર કાર પણ છે.

અગ્નિચક્રથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.
25 નવેમ્બર 1978માં મુંબઈમાં જન્મેલી 42 વર્ષીય રાખી સાવંતે હિન્દી સિનેમામાં ફિલમ ‘અગ્નિચક્ર’થી એન્ટ્રી કરી હતી. તે વર્ષ 1997માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ગોવિંદા, સોમી અલી, નસીરુદ્દીન શાહ, ડિમ્પલ કપાડિયા અને અનુપમ ખેર સહિતના કલાકારો સાથે જોવા મળી હતી. રાખીએ હિન્દી સિનેમાની દુનિયામાં પોતાના દમદાર આઇટમ નંબરથી ખૂબ જ નામ કમાવ્યું છે. જેને લીધે તે આટલી ફેમશ છે.

સ્વયંવર શૉને લીધે ચર્ચામાં હતી
રાખી સાવંત એક સ્વયંવર શોને લીધે ચર્ચામાં આવી હતી. એક્ટ્રસે એક શો દરમિયાન પોતાનો સ્વયંવર કર્યો હતો. આ શો વર્ષ 2009માં ટેલિકાસ્ટ થયો હતો. જેનું નામ રાખી કા સ્વયંવર હતું. શૉમાં કહેવામાં આવ્યું હતું કે, એક્ટ્રસે એક વિદેશી યુવકને તેનો પતિ બનાવ્યો હતો, પણ ખૂબ જ જલદી બંને અલગ થઈ ગયાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે, રાખીએ રિતેશ નામના એક NRI યુવક સાથે લગ્ન કર્યા છે, પણ આજ સુધી રાખીના પતિ દેખાયો નથી. રાખી પણ ઘણીવાર પોતાના લગ્નની વાત સ્વીકારી ચૂકી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this cosmic journey of imagination and let your imagination fly! ✨ Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page