Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalપત્નીએ આપેલી ભેટને પોતાનાથી દૂર નથી થવા દેતો નિતીશ રાણા, આવી છે...

પત્નીએ આપેલી ભેટને પોતાનાથી દૂર નથી થવા દેતો નિતીશ રાણા, આવી છે લવસ્ટોરી

કોલકાતાઃ આઈપીએલ 2021ની હૈદરાબાદ વિરુદ્ધની એક મેચ દરમિયાન નિતિશ રાણાએ અડધી સદી પૂર્ણ કર્યા બાદ પોતાની આંગળીમાં રહેલી રિંગ દેખાડી હતી. આ રિંગ તેને તેની પત્નીએ ભેટમાં આપી છે. આજે અમે તમારી સમક્ષ નિતિશ રાણાની પત્ની સાંચી મારવાહ વિશે જણાવી રહ્યાં છીએ.

આઈપીએલ 14 ભલે સસ્પેન્ડ થઈ ચૂકી હોય પરંતુ નિતિશ રાણાએ તેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે પોતાના ફોર્મને લીગની બાકીની મેચો જ્યારે પણ યોજાશે ત્યારે જાળવી રાખવા માંગશે. રાજસ્થાન વિરુદ્ધ બેટિંગ કરતા અડધી સદી ફટકાર્યા બાદ પોતાની આંગળીમાં રહેલી રિંગ દેખાડી હતી. આ સાથે તે પોતાની ઈનિંગ્સ પત્નીને ડેડિકેટ કરતો હોવાનો સંકેત આપતો હતો. નિતીશ અને સાંચીએ 2019માં લગ્ન કર્યા હતા.

બંનેએ લગ્ન કરતા પહેલા 3 વર્ષ ડેટિંગ કર્યું હતું. એક શો દરમિયાન રાણાએ જણાવ્યું હતું કે, તેની સાંચી સાથે પ્રથમ મુલાકાત ફૂટબોલ મેદાન પર થઈ હતી. સાંચી ત્યાં વોક કરવા આવતી હતી. તેનો નંબર મળતા જ નિતીશે તેને મેસેજ કર્યો હતો.

નિતીશ અને સાંચીના ભાઈઓ સાથે ફૂટબોલ રમતા હતા. નિતીશને પણ ક્રિકેટ સાથે ફૂટબોલનો શોખ છે. ધીમે-ધીમે નિતીશ અને સાંચીમાં વાતો થવા લાગી અને તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

નિતીશની પત્ની સાંચી ઘણી જ સુંદર છે અને બોલિવૂડ એક્ટ્રેસિસને ટક્કર આપી શકે છે. સાંચી કોમેડિયન અને ટીવી સ્ટાર કૃષ્ણા અભિષેકની પિતરાઈ બહેન પણ છે. સાંચી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પતિ સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર સાંચીના 46 હજાર કરતા પણ વધુ ફોલોઅર્સ છે.

નિતીશ ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હી તરફથી રમે છે. નિતીશે આ વર્ષે વિજય હઝારે ટ્રોફીની 7 મેચોમાં 2 અડધી સદી અને 1 સદી ફટકારી હતી. જ્યારે નિતીશે આઈપીએલની 61 મેચોમાં 1517 રન કર્યા છે. જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 87 નો રહ્યો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Embark into this exciting adventure of imagination and let your thoughts roam! ? Don’t just enjoy, experience the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page