Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightદુલ્હા સાથે લગ્ન કરી દુલ્હન સાસરીમાં પહોંચી ને બની ગઈ આ ચોંકાવનારી...

દુલ્હા સાથે લગ્ન કરી દુલ્હન સાસરીમાં પહોંચી ને બની ગઈ આ ચોંકાવનારી ઘટના

નાલંદાઃ લગ્ન એક પવિત્ર સંબંધ છે અને ફેરા ફર્યા બાદ વરરાજા અને દુલ્હન એકબીજા સાથે સાત જન્મનો સાથ નિભાવવાનો વાયદો કરે છે. પરંતુ હાલ એક એવી ઘટના ઘટી કે, લગ્નના અમુક જ કલાકો બાદ યુવતીના પરિવારજનોએ તેની અર્થી ઉઠાવવાનો વારો આવ્યો હતો. આ દુઃખદ ઘટના બિહારના નાલંદા જીલ્લાની છે.

નાલંદાના સોહસરાય વિસ્તારના બંધુ બજારમા આ ઘટના ઘટી હતી. બંધુ બજાર નિવાસી મનોજ પંડિતના પુત્ર વિકાસના સોમવાર રાતે લગ્ન થયા હતા. બીજા દિવસે સવારે દુલ્હનની વિદાય થયા બાદ તેને લઈ વિકાસ પોતાના ઘરે પહોંચે છે.

દુલ્હન ઘરમાં પ્રવેશે તે પહેલા જ તેનું મોત થાય છે. સાત જન્મનો વાયદો માત્ર અમુક જ કલાકમાં તૂટી જાય છે. બિહારના નવાદા સ્થિત ગોપાલ પંડિતની દીકરી આરતીને સાસરીમાં આવકારવા સમયની વિધિ ચાલી રહી હતી.

તેને ગાડીમાંથી ઉતારવામાં આવે તે પહેલા તેની તબિયત લથડી હતી અને અચાનક સૌની ચિંતા વધી ગઈ. તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવી જ્યાં ડૉક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. બંને પરિવારોને કોરોના સંક્રમણનો ડર હતો પરંતુ આરતીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

મૃતક આરતીના ભાઈએ જણાવ્યું કે, આરતીને લગ્નની રાતે જ પેટમાં દુખાવો અને ઉલ્ટીઓ થઈ રહી હતી. લગ્નને કારણે કોઈ વધારે ધ્યાન આપી શક્યું નહીં અને સાસરી પહોંચતા સમયે તેની તબિયત વધારે લથડી અને અચાનક તેનું મોત થયું હતું.

આ વાત સાંભળતા જ બંને પરિવારમાં ગમનો માહોલ છવાયો હતો. ડોલી ઉઠ્યાના અમુક જ કલાક બાદ આરતીની અર્થી ઉઠાવવાનો વારો આવ્યો હતો.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #MindBlown Embark into this exciting adventure of discovery and let your thoughts fly! ? Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ✨

  2. I played on this gambling website and succeeded a considerable cash, but later, my mom fell ill, and I wanted to cash out some funds from my account. Unfortunately, I encountered issues and couldn’t withdraw the funds. Tragically, my mother died due to such casino site. I request for your support in bringing attention to this online casino. Please help me to obtain justice, so that others won’t undergo the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ????

  3. I engaged on this online casino site and won a significant sum of money, but eventually, my mom fell sick, and I wanted to withdraw some funds from my account. Unfortunately, I encountered problems and was unable to withdraw the funds. Tragically, my mother passed away due to such casino site. I plead for your assistance in bringing attention to this website. Please assist me to achieve justice, so that others won’t have to experience the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ??????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page