Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodસારા અલી ખાને હાથ જોડીને ગુસ્સામાં આવીને શું કહ્યું? આખરે તે વ્યક્તિએ...

સારા અલી ખાને હાથ જોડીને ગુસ્સામાં આવીને શું કહ્યું? આખરે તે વ્યક્તિએ એવું તો શું કર્યું?

મુંબઈઃ સારા અલી ખાન પોતાના રમતીયાળ સ્વભવાને કારણે ઘણી જ જાણીતી છે. તે સો.મીડિયામાં પણ ઘણી જ એક્ટિવ રહે છે. આજકાલ તે પરિવારની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. હંમેશાં હસતી રહેતી સારા હાલમાં જ ગુસ્સે થઈ ગઈ હતી. સારા એરપોર્ટમાંથી બહાર આવતી હતી ત્યારે એક વ્યક્તિએ માસ્ક ઉતારીને સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ જોઈને સારા ગુસ્સે થઈ ગઈ હતી.

સારા હાલમાં જ મુંબઈ એરપોર્ટમાંથી બહાર આવતી હતી. આ દરમિયાન તેણે ફેસ શિલ્ડ તથા માસ્ક પહેર્યો હતો. સારા એરપોર્ટની બહાર આવી એટલે એક વ્યક્તિ માસ્ક કાઢીને સેલ્ફી લેવા લાગ્યો હતો. આ વ્યક્તિની હરકત પર સારા ગુસ્સે થઈ ગઈ હતી. તેણે ગુસ્સામાં પૂછ્યું હતું, આ શું કરે છે તું?

ત્યારબાદ સારા અલી ખાને હાથ જોડીને ત્યાં હાજર રહેલાં તમામ લોકોને સમજાવ્યા હતા કે આવું હાલના સમયે કરવું જોઈએ નહીં. માસ્ક તમામે પહેરીને રાખવો. આટલું કહીને સારાએ ફોટોગ્રાફર્સનો આભાર માન્યો હતો અને કારમાં બેસી ગઈ હતી.

સારાનો આ વીડિયો ઘણો જ વાઈરલ થયો છે. વીડિયો જોયા બાદ યુઝર્સે સારાના ગુસ્સાને વાજબી ઠેરવ્યો છે.

યુઝર્સે કહ્યું હતું કે કોરોનાકાળમાં ચાહકોએ સમજવું જોઈએ કે તેમની એક નાની ભૂલ બીજાને કેટલી મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે.

ઉલ્લેખનીય છે કે સારા છેલ્લા ઘણાં સમયથી વેકેશન એન્જોય કરે છે. થોડાં સમય પહેલાં તે કાશ્મીર ગઈ હતી.

અહીંયા તે માતા અમૃતા તથા ભાઈ ઈબ્રાહિમ સાથે હતી. પછી તે માલદિવ્સ ગઈ હતી. હાલમાં સારા મુંબઈ આવી ગઈ છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! ? Embark into this exciting adventure of imagination and let your mind roam! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page