Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratવાહ રે ગુજરાત! પરીક્ષામાં મોટાપાયે ચોરી, 959 વિદ્યાર્થીઓએ લખ્યો એક જેવો જવાબ...

વાહ રે ગુજરાત! પરીક્ષામાં મોટાપાયે ચોરી, 959 વિદ્યાર્થીઓએ લખ્યો એક જેવો જવાબ ને કરી એક જેવી ભૂલ

અમદાવાદઃ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSHSEB) માં હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેનાથી દરેકને નવાઈ લાગી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત બોર્ડના એક અધિકારીને તે સમયે આઘાત લાગ્યો જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે 12ની પરીક્ષામાં સામૂહિક રીતે નકલ થઈ છે. જેમાં 959 વિદ્યાર્થીઓ સામેલ હતાં. ગુજરાત બોર્ડમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો નકલનો મામલો હોવાની કહેવાય છે. ગુજરાત સરકારે પરીક્ષામાં ચોરી ના થાય તે માટે સખ્ત પગલાં લીધા છે તેમ છતાંય આ ઘટના સામે આવી છે.

વિદ્યાર્થીઓને નાપાસ કર્યાં
વિદ્યાર્થીઓએ જે વિષયમાં ચોરી કરી છે, તેમાં તેમને નાપાસ કરવામાં આવ્યા છે અને પરિણામ 2020 સુધી રોકી રાખવામાં આવ્યું છે. જૂનાગઢ તથા સોમનાત જિલ્લામાં ચોરીની ફરિયાદો મળી હતી. ત્યારબાદ ગુજરાત બોર્ડ અધિકારીઓએ જવાબવહી ચેક કરી હતી અને નકલ કરેલા વિદ્યાર્થીઓને ફેલ કરીને તેમનું પરિણામ અટકાવી દેવામાં આવ્યું છે. GSHSEBના મતે, 959 વિદ્યાર્થીઓએ એક સવાલનો જવાબ એક સરખો લખ્યો અને હદ તો ત્યારે થઈ કે ભૂલ પણ તમામમાં એક સરખી જ છે.

નિબંધમાં પકડાયા
સૂત્રોના મતે, એક સેન્ટરમાં 200 વિદ્યાર્થીઓને દીકરી ઘરની દીવડી પર નિબંધ લખવાનો હતો. આ નિબંધની શરૂઆતથી અંત એક સરખી હતી. આટલું જ નહીં ભૂલો પણ એક જ જેવી હતી. એકાઉન્ટ, ઈકોનોમિક્સ, અંગ્રેજી તથા સ્ટેટિસ્ટિક્સના વિષયમાં સામૂહિક નકલનો મામલો સામે આવ્યો છે.

ટીચરે જવાબ લખાવ્યો
GSHSEBના અધિકારીએ કહ્યું હતું કે ગિર-સોમનાથ, જૂનાગઢ ના 12 ધોરણના પરીક્ષ કેન્દ્રો રદ્દ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. એક્ઝામ રિફોર્મ્સ કમિટીની સામે વિદ્યાર્થીઓ હાજર થયા હતાં અને પછી બોર્ડે 959 વિદ્યાર્થીઓના રિઝલ્ટ રોકી રાખવાનો નિર્ણય લીધો છે. અનેક વિદ્યાર્થીઓએ કમિટીને કહ્યું હતું કે ક્લાસમાં શિક્ષકે જ તેમને જવાબ બોલીને લખાવ્યો હતો.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Embark into this cosmic journey of imagination and let your thoughts soar! ✨ Don’t just read, experience the thrill! ? Your mind will be grateful for this exciting journey through the dimensions of awe! ✨

  2. I played on this gambling website and succeeded a significant sum of money, but later, my mom fell ill, and I required to withdraw some earnings from my balance. Unfortunately, I encountered difficulties and could not complete the withdrawal. Tragically, my mom died due to such casino site. I implore for your assistance in lodging a complaint against this website. Please help me to achieve justice, so that others won’t have to experience the suffering I am going through today, and stop them from crying tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page