Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodજાહેરમાં જ્યારે આ બોલિવૂડ એક્ટ્રેસિસના અંગોને સ્પર્શ કરવાનો થયો હતો પ્રયાસ

જાહેરમાં જ્યારે આ બોલિવૂડ એક્ટ્રેસિસના અંગોને સ્પર્શ કરવાનો થયો હતો પ્રયાસ

મુંબઈઃ ટીવી સીરિયલ ‘નાગિન-3’માં કામ કરી ચૂકેલા એક્ટર પર્લ.વી.પુરી પર હાલમાં જ એક સગીરા પર થયેલા ગેંગરેપમાં સંડોવણીનો આરોપ સાગ્યો છે. જે પોલીસે એક્ટરની ધરપકડ કરી તેની વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. હાલ એક્ટર 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. દેશમાં છેડતીની ઘડનાઓ રોજ બનતી હોય છે અને આ મુદ્દે ઘણી ફરિયાદો પણ નોંધાતી રહે છે, છેડતીની ઘટનાઓનો ભોગ સેલિબ્રિટી એક્ટ્રેસિસ પણ બની ચૂકી છે. ઘણીવાર અસામાજીક તત્ત્વો જાહેરમાં અશ્લીલ હરકતો કરવાનું પણ ચૂક્યા નહોતા. અહીં અમે તમને એવી એક્ટ્રેસિસ વિશે જણાવી રહ્યાં છે જે જાહેમાં છેડતીની ઘટનાનો ભોગ બની ચૂકી છે.

અમિષા પટેલ
2015માં અમિષા પટેલ એક જ્વેલરી શો-રુમના લોન્ચિંગ માટે યુપીના ગોરખપુર પહોંચી હતી. અમિષાને જોવા શો-રુમ બહાર ભારે ભીડ ભેગી થઈ હતી. એવામાં જ્યારે ભીડ વચ્ચેથી અમિષા પટેલ પસાર થઈ રહી હતી ત્યારે એક યુવકે તેને બળજબરી પૂર્વક સ્પર્શ કર્યો હતો. જેના અમિષા ભડકી હતી અને યુવકને લાફો ઝીંકી દીધો હતો. આ ઘટના મુદ્દે અમિષા ઘણી જ દુઃખી થઈ હતી.

કેટરીના કૈફ
2005માં કેટરીના કૈફ દુર્ગા પૂજામાં સામેલ થવા માટે કોલકાતા પહોંચી હતો તો ભીડ અનિયંત્રિત થઈ હતી. અહીં કેટરીનાની સુરક્ષા ટીમ એક્ટ્રેસની ભીડથી બચાવવા ઘણા પ્રયાસ કરતી રહી, જોકે આ દરમિયાન અમુક લોકોએ કેટરીનાની છેડતી કરી હતી. આ ઘટના બાદ કેટરીના ઘણા દિવસ સુધી આઘાતમાં રહી હતી.

સોનાક્ષી સિન્હા
2010માં ફિલ્મ ‘દબંગ’ની એક ઈવેન્ટ દરમિયાન ભીડ એટલી વધી ફેન્સ બળજબરીપૂર્વક સોનાક્ષીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. આ ઘટના સાઉથ મુંબઈમાં મંત્રાલય પાસે સ્થિત ગાંધી મેદાનમાં બની હતી. આ ઘટનાને કારણે સોનાક્ષી રડી પડી હતી.

સુષ્મિતા સેના
સુષ્મિતા સેન એકવાર પુણેના કોઈ જ્વેલરી શો-રુમના ઉદ્ધાટન સમારોહ માટે પહોંચી તો બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ દરમિયાન અમુક અસામાજીક તત્વોએ તેના શરીરને ગંદી નિયતથી સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. સુષ્મિતાએ જણાવ્યું હતું કે, ભીડમાં 15 વર્ષીય છોકરાએ તેને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.

કરીના કપૂર
વર્ષ 2013માં એક ઈવેન્ટ પૂર્ણ થયા બાદ કરીના કપૂર નીકળી રહી હતી ત્યારે તેને ભીડે ઘેરી લીધી હતી. આ ભીડનો લાભ ઉઠાવતા અમુક લોકોએ તેને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. જે પછી બાઉન્સર્સે કરીના કપૂરને સુરક્ષિત લઈ ગયા હતા.

અનુષ્કા શેટ્ટી
વર્ષ 2015માં અનુષ્કા શેટ્ટી જ્યારે ભગવાનના દર્શન કરી તિરુમાલા મંદિરથી પરત ફરતી હતી ત્યારે ભીડે તેને ઘેરી હતી. આ સમયે ફોટો અને સેલ્ફીના ચક્કરમાં અમુક લોકોએ તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.

સોનમ કપૂર
ફિલ્મ ‘રાંજણા’ના પ્રમોશન દરમિયાન સોનમ કપૂરે ફેન્સની છેડતીનો ભોગ બનવું પડ્યું હતું. જોકે કો-સ્ટાર ધનૂષે તેની મદદ કરતા એક્ટ્રેસને ભીડની બહાર કાઢી હતી.

તાપસી પન્નૂ
ફિલ્મ ‘પિંક’ની લીડ એક્ટ્રેસ તાપસી પન્નૂએ જણાવ્યું કે, 2016માં ફિલ્મ પિંકના પ્રમોશન દરમિયાન તેની સાથે છેડતી થઈ હતી. લોકોએ તેને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. આ ઉપરાંત દિલ્હીમાં કોલેજ આવતા-જતા સમયે પણ તે ઘણીવાર બસમાં છેડતીનો ભોગ બની હતી.

નગમા
મેરઠમાં એક ચૂંટણી સભા દરમિયાન નગમા સાથે દુર્વ્યવહાર કરાયો હતો. જે પછી નગમાએ એક યુવકને લાફો ઝીંકી દીધો હતો અને સ્ટેજ છોડી જતી રહી હતી. કોંગ્રેસ નેતા ઈમરાનની જનસભામાં નગમા પહોંચી હતી. આ સમયે ભીડ વધતા અમુક લોકો નગમા પાસે પહોંચી અશ્લીલ હરકત કરતા એક્ટ્રેસે એક યુવકને લાફો ઝીંકી દીધો હતો.

રાખી સાવંત
એક્ટ્રેસ રાખી સાવંત સાથે પણ છેડતીની ઘટના બની ચૂકી છે. વર્ષ 2006માં જ્યારે રાખી સાવંત મીકાની બર્થ-ડે પાર્ટીમાં ગઈ હતી તો મિકાએ રાખીને પકડી કિસ કરી હતી. જેની પર ઘણો વિવાદ થયો હતો અને રાખીએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. હાલમાં જ રાખી અને મીકા એકબીજાને મળ્યા હોવાનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ જૂની ઘટનાને ભૂલી એકબીજાની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.

મિનિષા લાંબા
મિનિષા સાથે એકવાર ગોવાના બીચ પર છેડતીની ઘટના ઘટી હચીય વાસ્તવમાં મિનિષા એક ફોટોશૂટ માટે પહોંચી હતી. આ દરમિયાન અમુક લોકોએ તેને ગંદી નિયતથી સ્પર્શ કર્યો હતો. જે પછી મિનિષા ઘણી ડરી ગઈ હતી. અમુક સમય બાદ મિનિષાએ આ ઘટના અંગે ખુલીને વાત કરી હતી.

કોએના મિત્રા
કોએના મિત્રા પણ યૌન શોષણનો શિકાર બની ચૂકી છે. એક ફાઈવ સ્ટાર હોટલમાં ન્યૂયર પાર્ટી દરમિયાન તેની સાથે આ ઘટના ઘટી હતી. આ ઘટના મીડિયામાં ઘણી ચર્ચામાં રહેતા આરોપી વ્યક્તિની ધરપકડ કરવામા આવી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits ? into this cosmic journey of knowledge and let your thoughts roam! ? Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page