Monday, April 15, 2024
Google search engine
HomeNationalએક જ પરિવારમાંથી 4 દીકરીઓ ક્લાસ વન ઓફિસર, દીકરીને સાપનો ભારો સમજતા...

એક જ પરિવારમાંથી 4 દીકરીઓ ક્લાસ વન ઓફિસર, દીકરીને સાપનો ભારો સમજતા લોકો આ ખાસ વાંચે

બરેલીઃ કહેવત છે કે મન હોય તો માળવે જવાય. એટલે કે જો તમે મનથી નક્કી કરો તો તે કામ અચૂકથી થાય જ છે. આ કહેવતને ઉત્તર પ્રદેશની પાંચ દીકરીઓ પૂરી કરી છે. બરેલી જિલ્લાના ફરીદપુરના પરિવારમાંથી બે આઈએએસ, એક આઈપીએસ, એક આઈઆરએસ છે.

આ ગામના ચંદ્રસેન સાગર તથા તેમની પત્ની મીના દેવીએ 1981માં પહેલી દીકરીને જન્મ આપયો હતો. દીકરો હોય તેવી ઈચ્છાને કારણે એક પછી એક એમ ચાર દીકરીઓ થઈ હતી. જોકે, પછી ચંદ્રસેને નક્કી કર્યું કે તે દીકરીઓને દીકરાઓની જેમ મોટી કરશે અને બહુ જ ભણાવશે. જોકે, ગામડાંમાં આજે પણ દીકરીઓને વધારે ભણાવવા દેવામાં આવતી નથી. ચંદ્રસેનને ગામના લોકો મેણા-ટોણા મારતા હતા કે દીકરીઓને આટલું ભણાવવાનું ના હોય. તેમના જલ્દીથી હાથ પીળાં કરી દેવા જોઈએ. જોકે, ચંદ્રસેને નક્કી કર્યું હતું કે દીકરીઓને જ્યાં સુધી મન હશે ત્યાં સુધી તેઓ ભણશે.

દીકરીઓએ યુપીએસસીની મુશ્કેલ પરીક્ષા પાસ કરીને સફળતા મેળવી છે. પાંચ દીકરીની સાથે સાથે જમાઈ પણ સફળ છે. ઘરમાં જમાઈની સાથે પરિવારમાં બે આઈએએસ, એક આઈપીએસ, બે આઈઆરએસ છે.

સૌથી મોટી દીકરી અર્જિત સાગરે 2009માં બીજા પ્રયાસમાં 628મો રેન્ક યુપીએસસીમાં હાંસિલ કર્યો હતો. હાલમાં અર્જિત આઈએએસ છે અને હાલમાં જોઈન્ટ કમિશ્નર કસ્ટમ મુંબઈમાં પોસ્ટેડ છે. આંધ્રપ્રદેશના સુરેશ મેરુગુ સાથે લગ્ન કર્યાં છે. સુરેશ આઈઆરએસ ઓફિસર છે.

બીજી દીકરી અર્પિત 2015માં બીજા પ્રયાસમાં આઈએએસ અધિકારી બની ગઈ. તે ગુજરાત કેડરની આઈએએસ અર્પિત વલસાડમાં ડીડીઓ તરીકે કામ કરે છે. તેણે ભીલાઈના છત્તીસગઢના બેંક કર્મી વિપુલ તિવારી સાથે લગ્ન કર્યાં છે. ત્રીજી દીકરી અંશિકા તથા ચોથી દીકરી અંકિતા સાગર પ્રાઈવેટ જોબ કરે છે. બંને ગ્રાફિક ડિઝાઈનર છે.

ચોથા નંબરની દીકરી અંકિતાએ બદાયુના ગ્રાફિક ડિઝાઈનર ગૌરવ અસોલિયા સાથે લગ્ન કર્યાં છે. ત્રીજી દીકરીએ હજી સુધી લગ્ન કર્યાં નથી. દીકરો અમિશ સાગર ફિલ્મ ડિરેક્ટર છે. તેણે આદિત્ય રોય કપૂર-દિશા પટનીની ફિલ્મ ‘મલંગ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.

પાંચમી અને સૌથી નાની દીકરી આકૃતિ સાગરે વર્ષ 2016માં બીજા પ્રયાસમાં યુપીએસસીની એક્ઝામ ક્લિયર કરી હતી. હાલમાં આકૃતિ દિલ્હી જળ બોર્ડની ડિરેક્ટર છે. આકૃતિએ આઈપીએસ સુધાંશુ ધામા સાથે લગ્ન કર્યાં છે. સુધાંશુ યુપી, બાગપતમાં રહે છે. હાલમાં સુધાંશુ દિલ્હીમાં પોસ્ટેડ છે.

ચંદ્રસેને બાળકોના અભ્યાસ માટે દિલ્હીમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. એક્ઝામ પહેલાં દીકરીઓ પોતાની માતા સાથે તે ફ્લેટમાં રહેવા જતી રહેતી હતી.

અહીંયા તેઓ આરામથી કોઈ પણ જાતની અડચણ વગર ભણી શકતી હતી. ચંદ્રસેનનો સાળો એટલે કે દીકરીઓના મામા આઈએએસ અધિકારી હતા અને દીકરીઓએ તેમનામાંથી જ પ્રેરણા લીધી છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I participated on this online casino site and won a considerable amount, but after some time, my mother fell ill, and I wanted to cash out some money from my account. Unfortunately, I encountered problems and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to the online casino. I request for your support in bringing attention to this online casino. Please assist me to obtain justice, so that others won’t experience the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

  2. I played on this casino platform and succeeded a substantial cash, but after some time, my mother fell ill, and I required to withdraw some money from my account. Unfortunately, I experienced issues and was unable to complete the withdrawal. Tragically, my mom died due to the gambling platform. I request for your assistance in reporting this online casino. Please assist me to achieve justice, so that others won’t undergo the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page