Monday, April 15, 2024
Google search engine
HomeNationalઆવી બહેન નસીબદારને જ મળે! રક્ષાબંધન પહેલાં બહેને ભાઈને આપ્યું નવું જીવન

આવી બહેન નસીબદારને જ મળે! રક્ષાબંધન પહેલાં બહેને ભાઈને આપ્યું નવું જીવન

ભોપાલઃ આ તસવીર જોઈને તમને કંઈ જ ખ્યાલ નહીં આવે. હોસ્પિટલના પલંગ પર સૂતેલી આ મહિલાએ પોતાના ભાઈ માટે જે કર્યું છે, તેવું ભાગ્યે જ કોઈ કરી શકે તેમ છે. ન્યૂઝ 18ના સીનિયર એડિટર પ્રવીણ દુબેની આ પત્ની જાહન્વીએ પોતાના ભાઈ માટે લીવર આપી દીધું છે. એક બહેને રક્ષાબંધન પહેલાં પોતાના ભાઈને નવજીવન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે.

શું છે ઘટના?
જાન્હવીથી 15 વર્ષ નાના ભાઈ જયેન્દ્ર (ઉંમર 26)ની તબિયત છેલ્લાં કેટલાંય સમયથી ખરાબ હતી. અનેક ડોક્ટર્સને બતાવ્યા બાદ પણ તબિયતમાં સુધારો થતો નહોતો. અંતે, પરિવાર જયેન્દ્રને લઈને જબલપુર આવે છે. જાન્હવી પણ ભાઈની સાથે ભોપાલથી જબલપુર આવે છે. અહીંયા જયેન્દ્રની તપાસ કરીને ડોક્ટર્સ કહે છે કે તેને હિપેટાઈટિસ બી થયો છે અને તેને જીવવાની આશા માત્ર 10 ટકા છે. પરિવાર આ વાત સાંભળીને રડવા લાગે છે. 26 વર્ષીય નાના ભાઈની આ હાલત જાન્હવીથી જોવાતી નથી. અંતે, તે હિંમતથી એક નિર્ણય લે છે.

ભોપાલ સ્થિત પતિને ફોન કરે છેઃ
જાન્હવી પર ફોન પર પતિ પ્રવિણને કહે છે કે તે કોઈ પણ રીતે ભાઈને બચાવવા માગે છે. તે એર એબ્યૂલન્સથી ભાઈને ગુડગાંવની જાણીતી હોસ્પિટલ મેદાંતામાં લઈ જશે અને પોતાનું લીવર ભાઈને આપશે. પ્રવીણ પત્નીના નિર્ણયમાં તેને સાથ આપે છે. તેની આંખ સામે પત્ની સાથે વિતાવેલ મધુર પળો એક સાથે આવી જાય છે અને તેની આંખોના ખૂણા ભીના થઈ જાય છે.

એર એબ્યૂલન્સમાં ભાઈને લઈ મેદાંતા હોસ્પિટલ પહોંચીઃ
એર એબ્યૂલન્સમાં ભાઈ જયેન્દ્ર, ડોક્ટર જીજાજી તથા જાન્હવી ગુડગાંવ જવા રવાના થાય છે. આ સમય દરમિયાન પ્રવીણ પોતાની ઓળખાણથી મેદાંતા હોસ્પિટલમાં ડોક્ટર્સને જાણ કરે છે.

ભોપાલમાં પ્રવીણ દીકરા સાથે એકલોઃ
જાન્હવી ભાઈને લઈ મેદાંતા હોસ્પિટલ પહોંચે છે અને અહીંયા ભોપાલમાં પતિ પ્રવીણ તથા દીકરો એકલો છે. પ્રવીણ પત્ની પાસે જવા ઈચ્છે છે પરંતુ દિલ્હીની એક પણ ફ્લાઈટ્સ મળતી નથી. અંતે, તે ટ્રેનમાં દીકરા સાથે દિલ્હી જવાનો નિર્ણય કરે છે. 14 કલાકની આ ટ્રેનની સફર પ્રવીણના જીવનની સૌથી મુશ્કેલ સફર હતી. તેને આ 14 કલાક 14 ભવ જેવા લાગ્યા હતાં.

ચાલતી ટ્રેનમાં ડોક્ટર્સને ઓપરેશનની પરમિશન આપીઃ
પ્રવીણ ટ્રેનમાં હતો અને મેદાંતા હોસ્પિટલના પાંચ ડોક્ટર્સ પતિ પ્રવીણ પાસેથી ઓપરેશનની મંજૂરી માંગે છે. ડોક્ટર્સ ફોન પર પ્રવીણને પૂછી છે કે તમે તમારી પત્નીને લીવર ડોનેટ કરવાની મંજૂરી આપો છો? પ્રવીણ હા પાડે છે. એવામાં પાછળથી એક ડોક્ટરનો અવાજ આવે છે કે આ ઓપરેશનમાં જાન્હવીનો જીવ પણ જઈ શકે છે. રડતી આંખે પ્રવીણ હા પાડે છે.

શા માટે એર એબ્યૂલન્સમાં ગયા?
જયેન્દ્રની તબિયત ઘણી જ નાજુક હતી. ડોક્ટર્સના મતે, જો લીવર ટ્રાન્સપ્લાન્ટમાં થોડું પણ મોડું કરવામાં આવે તો જયેન્દ્રનો જીવ જઈ શકે તેમ હતો. આથી જ જાન્હવીએ જાતે જ એર એબ્યૂલન્સમાં જવાનો નિર્ણય કર્યો હતો.

પતિ હોસ્પિટલ આવ્યો ત્યારે પત્ની ઓપરેશન થિયેટરમાં હતીઃ
14 કલાકની સફર ખેડીને જ્યારે પ્રવીણ ભોપાલથી ગુડગાંવ આવે છે, ત્યારે જાન્હવી તથા જયેન્દ્ર ઓપરેશન થિયેટરમાં હતાં. તેને ખ્યાલ નહોતો કે ઓપરેશનનું પરિણામ શું આવશે? ઓપરેશન સફળ રહ્યું હતું. જાન્હવીને બેભાન અવસ્થામાં ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવવામાં આવે છે. ગળામાં અનેક ટ્યૂબ લગાડેલી છે. પત્નીને આ અવસ્થામાં જોઈને પ્રવીણ ભાંગી પડે છે. ત્રણ અઠવાડિયા સુધી જાન્હવી હોસ્પિટલમાં રહેશે. રક્ષાબંધન પહેલાં જ એક ભાઈ માટે બહેને આટલો મોટો ત્યાગ આપ્યો છે. જાન્હવીની બહાદુરી, સમર્પણને સલામ. આવી બહેન આ સ્વાર્થી દુનિયામાં ભાગ્યે જ જોવા મળે છે. જ્યાં આજે ભાઈ-ભાઈ કે ભાઈ-બહેન વચ્ચે સંપત્તિને લઈ ઝઘડા થતા હોય છે, ત્યારે જાન્હવીએ પોતાના જીવની પરવા કર્યાં વગર ભાઈ માટે લીવર દાનમાં આપી દીધું છે.

જાન્હવી ભાઈ જયેન્દ્રને ચાંદલો કરતી, વચ્ચે પ્રવીણ દૂબે
RELATED ARTICLES

8 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of knowledge and let your thoughts soar! ? Don’t just explore, immerse yourself in the excitement! ? Your mind will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

  2. I played on this gambling website and succeeded a substantial amount, but eventually, my mother fell ill, and I needed to cash out some money from my account. Unfortunately, I encountered difficulties and could not finalize the cashout. Tragically, my mother died due to the gambling platform. I plead for your help in bringing attention to this site. Please help me in seeking justice, so that others won’t have to undergo the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ????

  3. I participated on this online casino platform and won a considerable amount of money. However, afterward, my mom fell critically ill, and I needed to take out some funds from my wallet. Unfortunately, I faced issues and could not withdraw the funds. Tragically, my mother passed away due to this online casino. I earnestly request your assistance in reporting this situation with the online casino. Please aid me to find justice, to ensure others do not face the hardship I’m facing today, and stop them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page