Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratકોરોનાએ એક જ દિવસમાં હસતા-ખેલતા પરિવારને વિરવિખેર કરી નાખ્યો, ત્રણ સંતાનો નોંધારા...

કોરોનાએ એક જ દિવસમાં હસતા-ખેલતા પરિવારને વિરવિખેર કરી નાખ્યો, ત્રણ સંતાનો નોંધારા બન્યા

કોરોના માનવજાતના મનોબળને વેર વિખેર કરી રહ્યો છે. જાણીને મન ખિન્ન થઈ જાય એવા એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. જેમાં રાજકોટમાં એએસઆઇ અને તેમના પત્નીને કોરોના ભરખી ગયો હતો. 12 કલાકની અંદર જ દંપતીનું મોત નિપજતા ત્રણ સંતાનો નોંધારા બન્યા હતા.

એએસઆઇ અને તેમના પત્ની થોડાદ દિવસ પહેલા કોરોનામાં સપડાયા હતા, જોકે બાદમાં એએસઆઇનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પણ શ્વાસ લેવામાં તકલિફ થતા તેમણે દમ તોડી દીધો હતો. બીજી તરફ પતિના અવસાનનો આઘાત સહન ન કરી શકતા કોરોના સંક્રમિત પત્નીને હાર્ટ-અટેક આવ્યો હતો અને તેમણે પણ અનંતની વાટ પકડી હતી. દંપતીની દીકરીના એક મહિના પછી જ લગ્ન હતા. ખૂબ જ હ્રદયદ્રાવક બનાવથી રાજકોટ પોલીસમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

રાજકોટના રામનાથપરા પોલીસ લાઇનમાં રહેતા 47 વર્ષના અમૃતભાઇ માયાભાઇ રાઠોડ બી ડીવીઝન પોલીસ મથકમાં એએસઆઇ તરીકે બજાવતા હતા. તેઓ થોડા દિવસ પહેલાં કોરોનાથી સંક્રમિત થયા હતા. પહેલાં ખાનગી હોસ્પિટલ બાદમાં અમૃતભાઇને સિવિલ હોસ્પીટલમાં ખસેડાવામાં આવ્યા હતા. દરમિયાન તેમના ઘરમાં પત્ની અને દીકરી પણ કોરોના સંક્રમિત થતાં તેમને હોમ આઈસોલેટ કરાયા હતા.

દરમિયાન અમૃતભાઇ રાઠોડનું ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ હતું. જોકે તેઓનો કોરોનાનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પતિના અવસાનની જાણ થતાં પત્ની લાભુબેનને આઘાત લાગ્યો હતો. પુત્ર-પરિવારજનો અંતિમવિધિ આટોપીને હજુ આવ્‍યા હતાં જ હતા ને લાભુબેનને હાર્ટ-અટેક આવતાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પણ નિધન થયું હતું.

અમૃતભાઇ રાઠોડની દીકરી હજી હોમ આઈસોલેશનમાં છે. તેની તબિયત સારું હોવાનું જાણવા મળ્યું છે. અમૃતભાઇને સંતાનમાં એક પુત્ર બે પુત્રી છે. અમૃતભાઈને તાજેતરમાં જ એએસઆઇનું પ્રમોશન મળ્યુ હતુ. તેમની દીકરીના એક માસ બાદ લગ્ન હતા. અમૃતભાઇ અને તેમના પત્નીનું મોત નિપજતા ત્રણેય સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી.

સાથી કર્મચારીઓનું નિધન થતાં રાજકોટ પોલીસ બેડમાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. રાજકોટ પોલીસે અમૃતભાઈને હોસ્પિટલના પ્રાંગણમાં જ શોક સલામી આપવામાં આવી હતી. બાદમાં અમૃતભાઈના મૃતદેહને પોલીસ હેડક્વાર્ટર લાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ કમિશ્નર, જેસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ તેમજ સાથી કર્મચારીઓએ ભારે હ્રદયે શોક સલામી આપી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Embark into this cosmic journey of imagination and let your mind fly! ? Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page