Tuesday, April 23, 2024
Google search engine
HomeFeature Rightશિખ યુવતી માટે મુસ્લિમ યુવક હિંદુ બન્યો, મંદિરમાં જઈને કર્યા લગ્ન

શિખ યુવતી માટે મુસ્લિમ યુવક હિંદુ બન્યો, મંદિરમાં જઈને કર્યા લગ્ન

18 વર્ષીય શીખ છોકરી સાથે પ્રેમ લગ્ન કરવા માટે 26 વર્ષીય મુસ્લિમ યુવક નસીમ અંસારી ધર્મ પરિવર્તન કરી હિન્દુ બની ગયો છે. જેણે પોતાનું નામ અભિમન્યુ રાખ્યું અને મંદિરમાં જઈને લગ્ન કર્યા હતાં. છોકરીના ઘરના લોકોએ તેની વિરુદ્ધ છોકરીને ભગાડીને લઈ જવાનો કેસ દાખલ કરી લીધો હતો.

આ પછી બંનેના પરિજનોએ પોતાના જીવને ખતરો હોવાનું જણાવી કોર્ટમાંથી પોલીસ પ્રોટેક્શન લીધું હતું. સોમવારે પોલીસે પરિજનો તરફથી દાખલ કરાયેલી ફરિયાદ કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, બંનેએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને તે તેમની જિંદગીમાં દખલ દેશે નહીં.

જોકે, છોકરી પક્ષે પોતાની દીકરીને પોતાની ચલ, અચલ સંપત્તિમાંથી કાઢી મુકવાનું નિવેદન પણ નોંધાવ્યું છે. પોલીસ દંપત્તિની તરફથી કોર્ટમાં આપવામાં આવેલાં દસ્તાવેજ સાચા હોવાની પુષ્ટી પણ કરી છે. આ પછી નવદંપતીએ પોતાની પોલીસ સુરક્ષા પાછી લઈ લીધી છે.

આ પહેલાં છોકરાએ પોતાની મા કાલીમા બેગમ, ભાઈ સલમાન ખાન અને બહેન મંગતીથી જીવ જોખમમાં હોવાની વાત કહી હતી. જ્યારે છોકરી સિમરનદીપ કૌરે પોતાની મા અમનદીપ કૌર, અમેરિકામાં રહેતાં પિતા કાશ્મીર સિંહ,નાના સુરજીત સિંહ અને કાકા લખમીરથી જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. નસીમના પિતા પણ વિદેશમાં છે.

વાલ્મીકિ વિસ્તાર બરાડામાં રહેતાં નસીમ અંસારીએ 18 ઓગસ્ટે શપથ પત્ર આપી અખબારમાં ધર્મ પરિવર્તનની સાર્વજનિક સૂચના પણ આપી હતી. જે પછી બીજા દિવસે જ વાલ્મીકિ ધર્મ સમાજ મંદિર અમ્બાલા સિટીમાં લગ્ન કર્યા હતાં. આ પછી છોકરા પર છોકરીના પરિજનો તરફથી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી યુવક-યુવતીના પરિજનો તરફથી કેસ દાખલ કરાયો હતો. 19 ઓગસ્ટે જ બંનને પોલીસ સુરક્ષા મળી ગઈ હતી.

નવદંપતી તરફથી પૈરવીકાર એડવોકેટ માનસિંહ કાકરાને જણાવ્યું કે, બંને તેમની પાસે આવ્યા હતાં. કેમ કે, આ મામલો ઘર્મ પરિવર્તન અને બે સંપ્રદાયો વચ્ચે જોડાયેલો હતો અને સંવેદનશીલ પણ હતો. બંનેએ દસ્તાવેજ કર્યા પછી કોર્ટમાં તેમની પ્રોટેક્શન અરજી પણ કરી હતી. કોર્ટે સુરક્ષા આપી નવદંપતીને 23 ઓગસ્ટ સુધી સેફ હાઉસમાં મોકલી દીધા હતાં.

હવે પોલીસ દ્વારા પરિજનોનું નિવેદન લીધા પછી જે રિપોર્ટ કોર્ટમાં આપી છે તે પછી બંનેના રિપોર્ટ પર સંતોષ વ્યક્ત કરી સુરક્ષા પાછી લઈ લેવામાં આવી છે. બંનેએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે. જેને લીધે છોકરીના પરિજનો દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાંથી કલમ 365, 452ને રદ કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #AdventureAwaits Dive into this exciting adventure of knowledge and let your mind roam! ? Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page