Saturday, April 13, 2024
Google search engine
HomeNationalગેરેજમાં કામ કરતાં યુવકને થયો ગોરી મેમ સાથે પ્રેમ, સાત મહિનાના ચેટિંગ...

ગેરેજમાં કામ કરતાં યુવકને થયો ગોરી મેમ સાથે પ્રેમ, સાત મહિનાના ચેટિંગ બાદ થઈ ગયા લગ્ન

અમૃતસરઃ આજે તો યુવાનોને મોબાઈલ ને સો.મીડિયા વગર એક મિનિટ પણ ચાલતું નથી. સો.મીડિયામાં જ પ્રેમ થાય છે અને ત્યાં જ લગ્ન પણ નક્કી થતા હોય છે. આવો જ એક કિસ્સો પંજાબના અમૃતસરમાં 2019માં થયો હતો, જેમાં ભારતના યુવકને અમેરિકાની યુવતી સાથે પ્રેમ થયો હતો.

સાત મહિનામાં જ કર્યા લગ્નઃ અમૃતસરના તુંગબાલા વિસ્તારમાં સ્કૂટર મિકેનિક એક અમેરિકન યુવતીના પ્રેમમાં પડ્યો હતો. બંનેની મુલાકાત ફેસબુકમાં થઈ હતી. બંને વચ્ચે પહેલાં મિત્રતા થઈ અને સાત મહિના પછી યુવતી અમેરિકાથી અમૃતસર લગ્ન માટે આવી હતી.

સામેથી લગ્નનો પ્રસ્તાવ મૂક્યોઃ ફેસબુકમાં અમૃતસરના તુંગબાલા વિસ્તારમાં રહેતા સ્કૂટર મિકેનિક પવન કુમારને અમેરિકાની એમિલી સાથે મિત્રતા થઈ હતી. બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતા. મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિણીમી હતી. પછી એક દિવસ એમિલી અચાનક જ સ્કૂટર મિકેનિક પવન કુમારના ઘરે આવી ગઈ હતી. એમિલીને જોઈને પવન કુમારનો પરિવાર નવાઈમાં મૂકાઈ ગયો હતો. એમિલીએ સામેથી જ લગ્નનું પ્રપોઝલ મૂક્યું હતું. પવન કુમારનો પરિવાર આ લગ્નથી ઘણો જ ખુશ થયો હતો અને બંનેના લગ્ન કરાવી દીધા હતા.

ઈશારોમાં કરે છે વાતઃ લગ્ન બાદ એમિલીએ સેંથામાં સિંદૂર પૂર્યું હતું, હાથમાં લગ્નચૂડો પહેર્યો હતો. એમિલીને પંજાબી બિલકુલ આવડતું નથી અને પવન કુમારના પરિવારને અંગ્રેજી આવડતું નથી. જોકે, એમિલી ઈશારાથી સાસુ-સસરા સાથે વાત કરે છે. સાસુ-સસરા વહુની વાતો ઈશારામાં સમજી જાય છે.

પત્ની સાથે અંગ્રેજીમાં વાત કરે છે પવનઃ સ્કૂટર મિકેનિક પવન કુમારની મુલાકાત 2019ની શરૂઆતાં ફેસબુકમાં એમિલી સાથે થઈ હતી. બંને કલાકો સુધી એકબીજા સાથે ચેટિંગ કરતા હતા. ચેટિંગ દરમિયાન પવને ઘણીવાર એમિલીને આઈ લવ યુ કહ્યું હતું તો સામે એમિલીએ પણ કહ્યું હતું. પવને કહ્યું હતું કે તે એમિલી સાથે અંગ્રેજીમાં વાત કરી શકે તેટલું અંગ્રેજી તેને આવડે છે. એકવાર ચેટિંગ દરમિયાન એમિલીએ લગ્નની વાત કરી હતી અને પવને લગ્નની હા પણ પાડી દીધી હતી.

આ કારણે પવન અમેરિકા ના ગયોઃ એમિલી ઈચ્છતી હતી કે પવન અમેરિકા આવે. જોકે, પવન આર્થિક સ્થિતિ સારી ના હોવાની વાત કહીને અમેરિકા આવી શકાશે નહીં તેમ કહ્યું હતું. પવનની વાત સાંભળ્યા બાદ એમિલી ઓગસ્ટ, 2019માં અમૃતસર આવી ગઈ હતી. અહીંયા પવનના પરિવારે બંનેના રાજીખુશીથી લગ્ન કરાવી આપ્યા હતા.

સાસુમા ખુશખુશાલઃ પવનની માતા શકુંતલાએ કહ્યું હતું કે તેઓ ખુશ છે કે દીકરાના લગ્ન અમેરિકન યુવતી સાથે થયા.જોકે, તે વહુની ભાષા સમજી શકતા નથી, પરંતુ ધીમે ધીમે તે અંગ્રેજી શીખી લેશે. તો પિતા શેરચંદે કહ્યું હતું કે જો બાળકો ખુશ છે તો પરિવાર પણ ખુશ છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Dive into this exciting adventure of discovery and let your mind fly! ✨ Don’t just enjoy, savor the excitement! ? Your brain will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

  2. I played on this gambling website and won a substantial sum of money, but after some time, my mother fell ill, and I needed to withdraw some funds from my account. Unfortunately, I experienced problems and could not finalize the cashout. Tragically, my mother passed away due to the gambling platform. I implore for your support in reporting this site. Please support me in seeking justice, so that others won’t have to experience the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page