Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodઅજય દેવગણને નફરત કરતો હતો સાઉથ સુપર સ્ટાર, જણાવ્યું આ કારણ

અજય દેવગણને નફરત કરતો હતો સાઉથ સુપર સ્ટાર, જણાવ્યું આ કારણ

મુંબઈઃ બોલિવૂડના જાણીતા એક્ટર અજય દેવગણે પોતાની એક્ટિંગ થકી સમગ્ર ભારતમાં જબરદસ્ત ઓળખ ઉભી કરી છે. બોલિવૂડમાં સફળતા મેળવ્યા બાદ અજય દેવગણ હવે ફિલ્મ ‘આરઆરઆર’ થકી સાઉથ ફિલ્મ્સમાં પણ હાથ અજમાવી રહ્યો છે. આમ તો અજયની ફિલ્મ્સને સાઉથમાં પણ ઘણી પસંદ કરવામા આવે છે. પરંતુ સાઉથ સુપર સ્ટાર કિચ્ચા સુદીપ એકસમયે અજય દેવગણથી ઘણી નફરત કરતો હતો. આ વાતનો ખુલાસો એક્ટરે પોતે જ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

કિચ્ચા સુદીપે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તે કાજોલનો મોટો ફેન હતો. આ સાથે કાજોલની તસવીરો અને પોસ્ટર પોતાના ઘરમાં લગાવી રાખતો હતો. કિચ્ચા સુદીપે પ્રથમ સેલિબ્રિટી ક્રશના સવાલના જવાબમાં કાજોલનું નામ જ લીધું હતું.

આ સાથે તેણે કાજોલ અંગે વાત કરતા કહ્યું કે,‘કાજોલ સાથે લગ્ન કરવાને કારણે હું અજય દેવગણ સરથી નફરત કરવા લાગ્યો હતો. એક સમય એવો હતો કે કાજોલની મેગેઝીનમાં રહેલી તસવીરો અને પોસ્ટર મારા ઘરમાં પણ લાગેલા રહેતા હતા.’

કિચ્ચા સુદીપે ઈન્ટરવ્યૂમાં આગળ જણાવ્યું કે,‘મારી પાસે 30-40 પુસ્તકો રહેતા, જેના દરેક પેજ પર કાજોલની તસવીર રહેતી.’ કિચ્ચા સુદીપને જ્યારે સવાલ કરાયો કે શું તેણે પોતાના દિલની વાત કાજોલ સુધી પહોંચાડી હતી. ત્યારે સુદીપે કહ્યું કે- ‘ના, ત્યાં સુધી તેના લગ્ન થઈ ચૂક્યા હતા.’

કાજોલ અંગે ફિલ્મ મેકર કરણ જોહરે ખુલાસો કર્યો હતો કે, કાજોલને બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર પર ક્રશ હતો. એક સેલિબ્રિટી પાર્ટી દરમિયાન કાજોલ અક્ષય કુમારને શોધી રહી હતી અને ત્યારે જ તેની મુલાકાત કરણ જોહર સાથે થઈ હતી. જ્યારે કાજોલ અને અજયની વાત કરીએ તો તેઓ ફિલ્મના સેટ પર જ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જે પછી બંનેએ 1999માં લગ્ન કરી લીધા હતા.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! ? Dive into this cosmic journey of knowledge and let your imagination soar! ? Don’t just read, experience the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. I played on this online casino site and won a significant amount, but eventually, my mother fell sick, and I required to take out some money from my casino account. Unfortunately, I faced problems and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to the casino site. I implore for your assistance in lodging a complaint against this online casino. Please help me to obtain justice, so that others won’t undergo the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page