Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodમહાભારતના ‘કર્ણ’નો દીકરો છે ‘થંગાબલી’, બહુ જ ઓછા લોકોને ખબર છે...

મહાભારતના ‘કર્ણ’નો દીકરો છે ‘થંગાબલી’, બહુ જ ઓછા લોકોને ખબર છે આ વાત

બોલીવુડ અને ટીવીના જાણીતા કલાકાર નિકિતિન ધીર ફરી એકવાર પોતાનો નવો શો ઑનલાઈન પ્લેટફોર્મ પર લઈને હાજર છે. રોહિત શેટ્ટી અને એકતા કપૂર જેવા મોટા ડાયરેક્ટર અને પ્રૉડ્યૂસર સાથે કામ કર્યા બાદ તેઓ વેબ શોની દુનિયામાં કદમ રાખી ચુક્યા છે. નિકિતિન ધીર, એમએક્સ પ્લેયરની ઓરિજિનલ સીરિઝ રક્તાંચલમાં નજર આવી રહ્યા છે. પરંતુ શું તમને યાદ છે કે તમને નિકિતિન ધીરને પહેલા ક્યાં જોયા છે.

નિકિતિને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત ડાયરેક્ટર આશુતોષ ગોવારિકરની ફિલ્મ જોધા અકબરથી કરી હતી. ફિલ્મમાં તે ઋતિક રોશનના કિરદાર અકબરના જીજાજી શરીફુદ્દીન હુસૈન બન્યા હતા. જેમાં તેમની ભૂમિકાને પ્રશંશા પણ મળી હતી. જોધા અકબર બાદ તે વિવેક ઓબેરૉયની ફિલ્મ મિશન ઈસ્તાંબુલમાં જોવા મળ્યા. બાદમાં નિકિતિન સલમાન ખાન અને અસીનની કોમેડી ફિલ્મ ‘રેડી’માં નજર આવ્યા. ફિલ્મમાં તેમણે વિલનનો રોલ કર્યો હતો. જેની લડાઈ સીધી પ્રેમ (સલમાન ખાન) સાથે થાય છે.

જો કે નિકિતિન ધીરને ઓળખ શાહરુખ ખાન અને દીપિકાની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં કામ કરીને મળી. ફિલ્મમાં તે તંગાબલીના કિરદારમાં હતા. જે મીના(દીપિકા) સાથે લગ્ન કરવા માંગે છે અને રાહુલ(શાહરુખ) સાથે લડે છે. પોતાના આ રોલ માટે નિકિતિને પોતાની બૉડી બનાવી હતી અને બોલવાની રીત પર પણ કામ કર્યું હતું. સૌએ તેના ખૂબ વખાણ કર્યા હતા. ફિલ્મ બાદ તે તંગાબલીના નામે જાણીતા થયા.

નિકિતિન ધીર, જાણીતા અભિનેતા પંકજ ધીરના પુત્ર છે. જેમણે બી.આર. ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા નિભાવી હતી. જેને આજે પણ યાદ કરવામાં આવે છે. ટીવી અભિનેત્રી કૃતિકા સેંગર, નિકિતિનની પત્ની છે. જેમણે વર્ષે 2014માં અરેન્જ મેરેજ કર્યા હતા. કૃતિકા કસૌટી ઝિંદગી કી, ક્યા દિલ મે હૈ, પુનર્વિવાહ, કસમ તેરે પ્યાર કી જેવી સીરિયલ્સમાં નજર આવી ચુકી છે.

નિકિતિન ધીરે હાઉસફુલ 3, ફ્રીકી અલી અને દબંગ 2માં પણ કામ કર્યું છે. આ સિવાય તેણે તેલુગુ ફિલ્મ મિસ્ટર, ગૌતમ નંદા, કંચેમાં પણ કામ કર્યું છે. જલ્દી જ નિકિતિન અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીમાં નજર આવશે. બોલીવુડ અને સાઉથ સિનેમાં સાથે તેણે ટીવી સીરિયલ્સ પણ કરી છે. તેમણે નાગાર્જુનઃ એક યોદ્ધા, ઈશ્કબાજ અને નાગિન 3માં કામ કર્યું. તેઓ ખતરો કે ખિલાડીમાં પ્રતિસ્પર્ધી તરીકે પણ નજર આવ્યા હતા.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of wonder! ? The mind-blowing content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #AdventureAwaits ? into this thrilling experience of discovery and let your mind roam! ? Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

  2. I took part in this casino site and achieved a considerable cash prize. However, later on, my mother fell seriously ill, and I had to withdraw some money from my casino account. Regrettably, I encountered issues and was unable to process the withdrawal. Tragically, my mom passed away due to the casino site. I plead for your assistance in bringing attention to this platform. Please support me in seeking justice, so that others won’t have to the hardship I’m going through today, and avoid them from undergoing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page