Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodસાંસદ બનતા જ આ હોટ એક્ટ્રેસ કરવા જઈ રહી છે લગ્ન, વરરાજા...

સાંસદ બનતા જ આ હોટ એક્ટ્રેસ કરવા જઈ રહી છે લગ્ન, વરરાજા પણ છે ઘણાં જ ખાસ

મુંબઈઃ 17મી લોકસભામા 78 મહિલાઓ સાસંદ બની છે. આમાથી એક પ.બંગાળની એક્ટ્રેસ નુસરત જહાં પણ સાંસદ બની છે. પશ્ચિમ બંગાળની બશીરહાટ બેઠક પરથી નુસરતે તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી હતી. નુસરત હવે લગ્ન કરવા જઈ રહી છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જાહેરાત કરીઃ
નુસરત જહાં કોલકાતા સ્થિત બિઝનેસમેન નિખીલ જૈન સાથે લગ્ન કરવાની છે. આ લગ્ન ડેસ્ટિનેશન વેડિંગ છે. આ બંને ઈસ્તાંબુલમાં લગ્ન કરવાના છે. નુસરતે પોતાની એક તસવીર શૅર કરી છે. જેમાં તેના હાથમાં રિંગ જોવા મળે છે અને તેણે નિખીલનો હાથ પકડ્યો છે. આ તસવીર શૅર કરીને નુસરતે કેપ્શન આપ્યું હતું કે જ્યારે સત્ય સપના કરતાં વધારે સારું હોય, જીવનમાં એકબીજાની સાથે. ઉલ્લેખનીય છે કે વચ્ચે ચર્ચા હતી કે નુસરતે ડેન્ટિસ્ટ સાથે લગ્ન કરી લીધા છે.

કપડાંને કારણે ટ્રોલ થઈ હતીઃ
સાંસદમાં નુસરત જહાં વેસ્ટર્ન વેર પહેરીને ગઈ હતી અને જેને કારણે યુઝર્સે તેને ટ્રોલ કરી હતી. આના પર નુસરતે કહ્યું હતું કે ટ્રોલિંગ માટે તે આભાર માને છે. તે માને છે કે લોકો તમને પસંદ કરે છે અને તેથી જ તમને ટ્રોલ કરે છે. તેની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયા છે. જ્યારે લોકો તમને પસંદ કરે, તમારા વિશે વાત કરે અને તમારી પાછળ સમય બગાડે, તે સારી વાત છે.

 

View this post on Instagram

 

When reality is finally better than ur dreams, the best thing to hold on to in life… is each other..!! @nikhiljain09

A post shared by Nusrat (@nusratchirps) on

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of discovery and let your thoughts fly! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page