Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightઆ શાહી પરિવારનો વૈભવ અને શાન આજે પણ એવી જ છે, જાણો...

આ શાહી પરિવારનો વૈભવ અને શાન આજે પણ એવી જ છે, જાણો તે મહારાજ અને રાજકુમારી વિશે

ભારતમાં લોકતંત્ર સ્થાપિત થયાં પછી રાજાઓના રાજ છીનવાઈ ગયા હોય, પણ આજે પણ તેમના વંશનો શાહી ઠાઠ જોવા મળે છે. પછી ભલે તે 21 વર્ષીય ફેશનિસ્ટા પ્રિન્સેસ ગૌરવી કુમારી હોય કે, પછી પોલો રમવાના શોખીન 23 વર્ષીય રાજકુમાર પદ્મનાભ સિંહની, જે D&G જેવી ઇન્ટરનેશનલ બ્રાન્ડ માટે કેટવોર પણ કરી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયા માટે પણ કેટ વોક કરી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાના ઇતિહાસકાર જોન જુબ્રજાઈકીએ હાઉસ ઓફ જયપુર નામની બુકમાં જયપુરના શાહી પરિવાર અંગે વિસ્તાર પૂર્વક લખ્યું છે.

પદ્મનાભ સિંહને વર્ષ 2011માં અનૌપચારિક રીતે જયપુરના નવા મહારાજા જાહેર કરવામાં આવ્યા હતા. તે જયપુરના પૂર્વ શાસક પરિવારના સભ્ય છે અને અરબો રૂપિયાની સંપત્તિના માલિક પણ છે. કેમ કે, ભારત એક લોકતાંત્રિક ગણરાજ્ય બની ગયું છે. એટલે તેમની ઉપાધિને કાયદા દ્વારા અધિકારીક રીતે માન્યતા નથી. પણ આ ઉપાધિને આજે પણ ખૂબ જ સન્માન આપવામાં આવે છે.

એક રિપોર્ટ મુજબ, પદ્મનાભ સિંહ ફ્રાન્સની સુંદર જ્વેલરી ડિઝાઇનર ક્લેર ડેરને ડેટ કરી ચૂક્યા છે. જોકે, બંનેએ સોશિયલ મીડિયા પર એક સાથે ફોટો શેર કર્યો નથી. દુનિયામાં ઘણી એવી હસ્તીઓ છે જે રોયલ ક્લાસ પરિવારના સ્ટેટસમાં મેળ ખાય છે. હાલમાં જ બંનેએ વિદેશમાં વેકેશન સાથે માણ્યું હતું તેના ફોટો સામે આવ્યા છે.

પ્રિન્સેસ ગૌરવી અને ક્લેર ઘણાં વર્ષ સુધી સારા ફ્રેન્ડ રહ્યા છે અને લોકડાઉનમાં બંને જયપુર સ્થિત મહેલમાં એક સાથે ઘણો સમય પસાર કર્યો છે. પ્રિન્સેસ ગૌરવી હાલમાં ન્યૂયોર્કની એક કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું છે. તો અમે તમને આ શાહી પરિવારના ઇતિહાસ વિશે જણાવીએ.

આ શાહી પરિવારની સાર સંભાળ કરનાર 50 વર્ષીય કુલ માતા રાજકુમારી દીયા કુમારી છે. જે જયપુરના મહારાજા ભવાનીસિંહ અને સિરમુરની રાજકુમારી પદ્મિની દેવીની એક માત્ર સંતા છે. વર્ષ 2019માં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, બાળપણથી જ મારો ઉછેર સામાન્ય રીતે થયો હતો. મારા માતા-પિતાએ મને હંમેશા શીખવાડ્યું કે, હું બીજા ઉપર નથી.

વર્ષ 1998માં તેમણે ઠિકાના કોઠારા (શિવદ)ના મહારાજા નરેન્દ્ર સિંહ સાથે છુપી રીતે લગ્ન કર્યા પહેલાં લંડનની એક કોલેજમાં સ્ટડી કરી હતી. વર્ષ 2018માં બંનેના છૂટાછેડા થઈ ગયાં હતાં. બંનેને ત્રણ બાળકો પણ છે. પદ્મનાભસિંહ અને ગૌરવી કુમારી તેમનું જ સંતાન છે.

વર્ષ 2013-18 સુધી વિધાનસભાના સભ્ય તરીકે કાર્યરત રહેલી દીયા કુમારી હવે રાજસમંદ (રાજસ્થાન)થી પાર્લામેન્ટની સભ્ય છે. જોકે, ઇતિહાસ, કલા અને સંગીત પ્રત્યે તેમનો આજે પણ લગાવ જોવા મળે છે. પરિવારની સારસંભાળની સાથે-સાથે પ્રિન્સેસ દીયા કુમારી ફાઉન્ડેશન સાથે પણ જોડાયેલી છે જે ગરીબ પૃષ્ઠભૂમિઓની મહિલાઓને પ્રશિક્ષિત અને સશક્ત બનાવવા માટે અગ્રેસર છે.

મહારાજા પદ્મનાભસિંહની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઇલની થોડિક ઝલક તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી પણ જોઈ શકાય છે. પોતાના દાદાજી ભવાની સિંહની જેમ પદ્મનાભ પણ એક જબરદસ્ત પોલો પ્લેયર છે. તે વર્ષ 2017માં વિશ્વકપ પોલો ટીમમાં સૌથી નાની ઉંમરના સભ્ય અને ઇન્ડિયન ઓપન પોલો કપમાં સૌથી નાની ઉંમરના વિજેતા પણ રહી ચૂક્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર પદ્મનાભસિંહના લગભગ 1 લાખ 30 હજાર ફોલોઅર્સ છે. જ્યાં તેમનો શાહી અંદાજ અને પોલો પ્રત્યેનું જૂનુન સ્પષ્ટ જોઈ શકાય છે. એક ફોટોમાં તે પ્રિન્સ વિલેમ એલેક્ઝેન્ડર, પ્રિન્સેસ મેક્સિમા અને તેમના બાળકો સહિત ડચ શાહી પરિવાર સાથે ફરતાં જોવા મળે છે.

એક સ્ટાઇલિશ રાજકુમાર હોવાની સાથે-સાથે પદ્મનાભ ખૂબ જ ધાર્મિક પણ છે. તે દર વર્ષે નવરાત્રી પછી વિજયાદશમીના દિવસે શિરકત કરે છે. 5 વર્ષ પહેલાં 18 વર્ષના થયા ત્યારે તેમણે ઘણા મંદિરના દર્શન કર્યા હતા અને ત્યાં જઈ પોતાના હાથે ઘણાં રીતિ-રિવાજ પુરા કર્યા હતાં. કુંવર પદ્મનાભે ન્યૂયોર્ક યુનિવર્સિટીથી લિબરલ આર્ટ્સમાં સ્ટડી કરી છે.

તો વાત કરીએ પ્રિન્સેસ ગૌરવી કુમારીની જે બિઝનેસ ફેશન અને મીડિયાની સ્ટડી પૂરી કરી ચૂકી છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. જે તેમને લગભગ 38 હજારો લોકો ફોલો કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમની ફેશન સેન્સ જોઈ શકાય છે. લોકડાઉનમાં તેમણે પોતાની મા અને ભાઈ બહેનો સાથે સારો સમય પસાર કર્યો છે.

દીયા કુમારીના સૌથી નાના દીકરાનું નામ લક્ષ્ય રાજ સિંહ છે. કુંવર લક્ષ્ય 17 વર્ષના છે અને પોતાના મોટા ભાઈ-બહેનથી વિપરીત સોશિયલ મીડિયા પર ઓછા એક્ટિવ રહેવાનું પસંદ કરે છે. વર્ષ 2013માં જ્યારે લક્ષ્યની ઉંમર માત્ર 9 વર્ષ હતી, ત્યારે તેમને હિમાચલ પ્રદેશના સિરમૌરના મહારાજા જાહેર કરી દેવામાં આવ્યા હતાં.

મહારાજા લક્ષ્ય રાજને એક મોટા ફૂટબોલ પ્રશંસક માનવામાં આવે છે અને તે ફૂટબોલ ક્લબ ચેત્સીને સપોર્ટ કરે છે. ડચ રોયલ પરિવારની સાથે તેમને ફોટોમાં પણ જોઈ શકાય છે અને ભાઈ બહેનની જેમ તેમને ફરવાનો પણ શોખ છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I engaged on this online casino site and won a significant cash, but after some time, my mother fell sick, and I needed to cash out some money from my balance. Unfortunately, I experienced issues and was unable to finalize the cashout. Tragically, my mother died due to such online casino. I plead for your support in bringing attention to this website. Please support me to obtain justice, so that others won’t have to undergo the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page