Wednesday, April 10, 2024
Google search engine
HomeSportsટીમ ઈન્ડિયાની જર્સી પર બબાલ, બ્લ્યૂમાંથી કેસરી રંગની જર્સી કેમ કરાઈ? ICCને...

ટીમ ઈન્ડિયાની જર્સી પર બબાલ, બ્લ્યૂમાંથી કેસરી રંગની જર્સી કેમ કરાઈ? ICCને પણ કરવી પડી સ્પષ્ટતા

લંડન: વર્લ્ડકપના મહાસંગ્રામ વચ્ચે ટીમ ઈન્ડિયાની જર્સી (ટી-શર્ટ)ને લઈને ભારતમાં બબાલ મચી ગઈ છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ આની પાછળ નરેન્દ્ર મોદી સરકારનો હાથ ગણાવ્યો છે. સાથે જ તેમણે એ પણ આરોપ મૂક્યો છે કેન્દ્ર સરકાર ક્રિકેટમાં ભગવા રાજકારણને સામેલ કરવાનો પ્રયત્ન કરે છે. બીજી તરફ આ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પણ સ્પષ્ટતા કરી છે.

નોંધનીય છે કે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે 30 જૂને રમાનારા મુકાબાલમાં પારંપરિક બ્લ્યૂ રંગની જર્સીના બદલે કેસરી રંગની જર્સી પહેરી મેદાનમાં ઉતરશે. જોકે ટીમ ઈન્ડિયાની આ વૈકલ્પિક જર્સીમાં બ્લ્યૂ રંગ તો હશે, પણ તેની સાથે તેમાં કેસરી રંગ પણ હશે.

કેમ કરવો પડ્યો ફેરફાર?

ટીમ ઈન્ડિયાને આ ફેરફાર એટલા માટે કરવો પડ્યો કેમ કે ઈગ્લેન્ડ અને ભારત બંને ટીમોની જર્સીનો રંગ બ્લ્યૂ છે. એટલે ભારતે ઈગ્લેન્ડ સામે રમાનાર મુકાબાલમાં પોતાની અલ્ટરનેટ જર્સીનો ઉપયોગ કરવાનો રહેશે, જે કેસરી રંગની છે.

આઈસીસીનું સ્પષ્ટીકરણ

ટીમ ઈન્ડિયા માટે ભગવા રંગની એટલે કે કેસરી રંગની જર્સી અંગે આઈસીસીએ કહ્યું, ”બીસીસીઆઈને રંગના ઘણા વિકલ્પ આપ્યા હતા અને તેમણે તેની પસંદગી કરી જે જર્સીના રંગ સાથે બહેતર લાગી. આ એટલા માટે કરવું પડ્યું કેમ કે ઈંગ્લેન્ડની ટીમ પણ ભારતની જેમ બ્લ્યૂ રંગની જર્સી પહેરે છે. આ ડિઝાઇન ભારતની જૂની ટી20 જર્સીમાંથી લેવામાં આવી છે. જેમાં કેસરી રંગ હતો. ”

આઈસીસીએ કહ્યું, ”આ જર્સીને ડિઝાઈન કરનારા ડિઝાઈનર અમેરિકામાં છે. તેમણે કોઈ નવા રંગનો ઉપયોગ નથી કર્યો, પણ જે પહેલાથી હાજર હતો તેનાથી જ જર્સીને બનાવી છે. જર્સીની ડિઝાઇન દરમિયાન એ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે ક્રિકેટ પ્રેમીઓને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ઓખળવામાં કોઈ મુશ્કેલી ન આવે.”

રાજકારણમાં દખલનો બીસીસીઆઈનો ઈનકાર

બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ સી કે ખન્નાએ પણ એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયાની જર્સીનો રંગ બોર્ડે નક્કી કર્યો છે. તેમણે કહ્યું, ”બોર્ડે આ રંગ નક્કી કર્યો છે. ટીમ ઈન્ડિયા આ જર્સીમાં ઈંગ્લેન્ડ સામે રમાનારા મુકાબાલમાં ઉતરશે. આ જર્સીને લઈને દેશમાં થઈ રહેલાં રાજકારણમાં બોર્ડ કોઈ પ્રકારની દખલ નહીં કરે.”

કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનો વિરોધ

કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ ટીમ ઈન્ડિયાની કેસરી જર્સીનો વિરોધ કર્યો છે. મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યોએ ટીમ ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી કેસરી જર્સીનો વિરોધ કર્યો છે. સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આસિમ આજમીએ કહ્યું કે આ નિર્ણય પાછળ કેન્દ્ર સરકારનો હાથ છે. આ દેશમાં વધતા ભગવાકરણનો હિસ્સો છે. બીજી તરફ ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય નસીમ ખાને કહ્યું કે મોદી સરકાર દરેક વસ્તુનું ભગવાકરણ કરવા માગે છે.

શું કહે છે આઈસીસીનો નિયમ?

આઈસીસી નિયમ મુજબ યજમાન ટીમને આઈસીસી ટૂર્નામેન્ટમાં પોતાની જર્સીનો રંગ યથાવત રાખવાનો હોય છે. જોકે ભારતની જર્સીનો રંગ બ્લ્યૂ છે, આવી સ્થિતિમાં ભારતની જર્સીમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે યજમાન ઈંગ્લેન્ડ બ્લ્યૂ જર્સીમાં જ ઉતરશે.

નોંધનીય છે કે હાલના વર્લ્ડકપમાં 2 જૂને દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ સામેની મેચમાં પોતાની ટી-શર્ટ બદલી હતી. આ મેચમાં આફ્રિકાના ખેલાડી ગ્રીન રંગની જગ્યાએ પીળા રંગની ટી-શર્ટમાં મેદાનમાં ઉતર્યા હતા.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #MindBlown ? into this cosmic journey of knowledge and let your mind fly! ? Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page