Tuesday, April 23, 2024
Google search engine
HomeNationalભીખારીના મોત બે મોટી તિજોરી ભરીને રૂપિયા નીકળ્યા, દીપિકા પાસેથી પણ લીધી...

ભીખારીના મોત બે મોટી તિજોરી ભરીને રૂપિયા નીકળ્યા, દીપિકા પાસેથી પણ લીધી હતી ભેટ

ભગવાન તિરુપતિ બાલાજીના મંદિરમાં માત્ર VIP શ્રદ્ધાળુઓને ભીખ માંગનારા યાચકનું થોડાં સમય પહેલાં મોત થઈ ગયું હતું. તેમના મોત પછી દરેક લોકો તેમના ઘર પર કબજો કરવા માગતાં હતાં. તેમના ઘરમાં રાખવામાં આવેલાં એક પટારાની અંદરથી ઘણાં રૂપિયા હતાં અને દરેક લોકોની નજર તે રૂપિયા પર હતી. આ યાચકના ઘરેમાં રાખવામાં આવેલાં સંદૂકને જ્યારે તંત્રએ ખોલ્યું, ત્યારે તેમાંથી લાખો રૂપિયા નીકળ્યા હતાં. જેની ગણતરી કરતાં ઘણો સમય લાગ્યો હતો.

યાચક શ્રીનિવાસન 64 વર્ષના હતાં અને તિરુમાલા આવતા VIP તીર્થયાત્રી પાસે દક્ષિણા માગતા હતા. શ્રીનિવાસનને ઓળખતાં લોકોનું કહેવું છે કે, તે પોતાની યુવાવસ્થામાં બાલાજી ધામમાં આવ્યા હતાં. શ્રીનિવાસનની તિરુપતિ સ્વામી પ્રત્યે અસીમ આસ્થા હતી. ઘણીવાર શ્રદ્ધાળુ તેમની પાસે પોતાના માથે તિલક કરાવીને બહાર નીકળતાં હતાં. તે યુવાવસ્થાથી જ આ જગ્યા પર આવી ગયાં હતા અને તેમના જીવનના અંતિમ શ્વાસ પણ અહીં જ લીધા છે.

શ્રીનિવાસ VIP ભક્તો પાસેથી ભીખ કે દક્ષિણા લેતા હતા અને દક્ષિણા ના આપે ત્યાં સુધી તેમનો પીછો છોડતા નહોતા. VIP ભક્તો દ્વારા મળતાં રૂપિયાને ઘરમાં એક સંદૂકમાં રાખતાં હતાં. શ્રીનિવાસ એકલા જ પોતાન ઘરમાં રહેતા હતા અને તેમના પરિવારમાં કોઈ નહોતું. છેલ્લાં એક વર્ષથી અનધિકૃત લોકો શેષાચલનગર સ્થિત તેમના વિસ્તાર પર કબજો કરવાનો પ્રયત્ન કરતાં હતાં. કેમ કે, લોકોને અંદાજો હતો કે, તેમના ઘરમાં લાખો રૂપિયા છે. એટલે પાડોશીઓએ TTDના અધિકારી અને પોલીસને આ વિશે જાણ કરી હતી.

સૂચના મળ્યા પછી TTD અધિકારીઓએ તરત જ કાર્યવાહી કરી હતી. TTD અધિકારીઓએને જાણ હતી કે, શ્રીનિવાસનનો કોઈ પરિવાર છે નહીં. તેમની સંપત્તિ પર દાવાની આશંકા વચ્ચે વિજિલેન્સ અને રાજસ્વ વિભાગની ટીમ જ્યારે તેમના ઘરે તપાસ માટે પહોંચી ત્યારે 6 લાખ 15 હજાર 50 રૂપિયા મળ્યા હતાં.

સૂચના મળ્યા પછી રાજસ્વ વિભાગની ટીમે તેમના ઘરે પહોંચીને તપાસ હાથ ધરી હતી. તેમના ઘરેથી ટીમને બે સંદૂક મળ્યા હતાં જેમાં આ રૂપિયા રાખવામાં આવ્યા હતાં.

દીપિકા પાદુકોણ પાસે પણ લીધી હતી દક્ષિણા
દીપિકા પાદુકોણ લગ્નની વર્ષગાંઠના અવસરે તેમના પરિવાર સાથે તિરુપતિ બાલાજીના મંદિરે દર્શન કરવા ગઈ હતી. આ દરમિયાન શ્રીનિવાસે દીપિકા પાદુકોણને તિલક કરી દક્ષિણા માગી હતી. દક્ષિણા લીધા પછી તેમણે પીછો છોડ્યો નહોતો.

RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page