Tuesday, April 16, 2024
Google search engine
HomeBollywoodસારા અલી ખાન સાવકી માતા કરીનાને બોલાવે છે નામથી, જાણો બોલિવૂડમાં સાવકી...

સારા અલી ખાન સાવકી માતા કરીનાને બોલાવે છે નામથી, જાણો બોલિવૂડમાં સાવકી માતા કેવી હોય છે?

મુંબઈઃ બોલિવૂડમાં એવા ઘણાં સ્ટાર્સ છે, જેમના સાવકી માતા સાથે સારા સંબંધ છે. ઈવેન્ટ હોય કે પછી પાર્ટી કે પછી અન્ય કોઈ ફંક્શન આ સ્ટાર્સ સાવકી માતા સાથે ઘણી જ સહજતાથી જોવા મળતા હોય છે. આજે આપણે એવા સ્ટાર્સ અંગે વાત કરીશું, જેમના સાવકી માતા સાથે મધુર સંબંધો હોય.

માન્યતા દત્ત-ત્રિશાલા દત્ત:  સંજય દત્તની પ્રથમ પત્નીની દીકરી ત્રિશાલા ન્યૂ યોર્કમાં રહે છે. તેના સંબંધો પિતાની ત્રીજી પત્ની એટલે કે માન્યતા સાથે ઘણાં જ સારા છે. માન્યતા ન્યૂ યોર્ક સાવકી દીકરીને મળવા પણ જાય છે. આટલું જ નહીં બંને અવાર-નવાર એકબીજાની સોશિયલ પોસ્ટ પર કમેન્ટ્સ પણ કરતા હોય છે. બંને વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળે છે.

સલમાન ખાન-હેલન:  સલમાન ખાન જેટલો પ્રેમ રિયલ મોમ સલમાને કરે છે, તેટલો જ પ્રેમ સાવકી માતાને કરે છે. સલમાનની અનેક તસવીરો સાવકી માતા સાથે જોવા મળે છે.

સારા અલી ખાન-કરીના કપૂર:  સારા અલી ખાને ઓછા સમયમાં બોલિવૂડમાં અલગ ઓળખ બનાવી છે. સૈફ તથા અમૃતાની દીકરી સારા સાથે કરીનાના સંબંધો ગાઢ છે. સારાએ કહ્યું હતું કે તે કરીનાની ફિલ્મ જોઈને મોટી થઈ છે. કરીના તથા સારા અવાર-નવાર પાર્ટી કરતા જોવા મળે છે. સારા માટે કરીના એક મિત્ર જેવી છે. સારા એક્ટ્રેસ કરીનાને નામથી બોલાવે છે.

શબાના આઝમી-ફરહાન અખ્તર : શબાના આઝમી તથા ફરહાન અખ્તર વચ્ચે પણ ગાઢ સંબંધ છે. ફરહાન, જાવેદ-હની ઈરાનીનો દીકરો છે પરંતુ સાવકી માતા સાથે પણ સારા સંબંધો છે.

શાહિદ કપૂર-સુપ્રિયા પાઠક : પંકજ કપૂર તથા નીલિમા અઝીમના પુત્ર શાહિદના સાવકી માતા સુપ્રિયા પાઠક સાથે ખાસ સંબંધ છે. શાહિદ-મીરાના લગ્નમાં સુપ્રિયાએ ખાસ ભૂમિકા ભજવી હતી. તે લગ્નની દરેક વિધિમાં સામેલ હતી. આટલુ જ નહીં શાહિદ દીકરી મિશા તથા ઝૈનના જન્મ સમયે પણ સુપ્રિયા સૌ પહેલાં મળવા આવી હતી.

કિરણ રાવ-જુનૈદ-ઈરા : આમિરની પહેલી પત્નીના સંતાનો ઈરા તથા જુનૈદ છે. બંને બાળકો આમિરની બીજી પત્ની કિરણ રાવની નિકટ છે જુનૈદ અનેકવાર પબ્લિક પ્લેસ પર સાવકી માતા કિરણ રાવ સાથે જોવા મળ્યો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of excitement! ? The captivating content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your imagination fly! ? Don’t just enjoy, experience the excitement! #FuelForThought ? will thank you for this exciting journey through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page